કોલકાતા: ચીની લોન એપ છેતરપિંડી કેસમાં પ્રવર્તન નિર્દેશાલય (ED)એ કોલકાતાના ગાર્ડનરીચ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. જાણકારી અનુસાર, અહી એક વેપારીના ઘરમાં ઇડીએ રેડ કરી છે. અધિકારીઓએ જણાવ્યુ કે, 6 પરિસરમાં રેડ મારવા પર અત્યાર સુધી 7 કરોડ રૂપિયાની કેશ જપ્ત કરવામાં આવી છે. નોટની ગણતરી ચાલુ છે. ઇડીની ટીમે કોલકાતામાં 6 જગ્યાએ રેડની કાર્યવાહી કરી છે.
Advertisement
Advertisement
મની લૉન્ડ્રિંગ એટલે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002ની જોગવાઈઓ હેઠળ કોલકાતાના 6 પરિસરમાં મોબાઈલ ગેમિંગ એપ્લિકેશન સંબંધિત તપાસના સંદર્ભમાં આજે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરોડામાં અત્યાર સુધીમાં 7 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે, જ્યારે રોકડની ગણતરી હજુ ચાલુ છે. 3 સપ્ટેમ્બરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED)આ કેસમાં બેંગ્લોરમાં Paytm, Razorpay અને Cashfreeના સ્થળો પર દરોડા પાડ્યા હતા.
કોંગ્રેસે ચાઈનીઝ લોન એપને લઈને સવાલો ઉઠાવ્યા
ભૂતકાળમાં કોંગ્રેસે ચીનની લોન એપને લઈને કેન્દ્ર સરકાર પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. પાર્ટીના પ્રવક્તા ગૌરવ વલ્લભે કહ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ચીનની લોન એપ્સ જે વધીને લગભગ 1100 થઈ ગઈ છે તેમાંથી 600 ગેરકાયદેસર છે. 2017-2020 વચ્ચે આ લોન એપ્સથી ડિજિટલ વ્યવહારોમાં 12 ગણો વધારો થયો છે. વલ્લભે દાવો કર્યો હતો કે ચીનની લોન એપને કારણે દેશમાં 52 લોકોએ આત્મહત્યા કરી છે.
Advertisement