Gujarat Exclusive > રાજનીતિ > જવાનોને માર્યા, જમીન પચાવીને પણ ચીન PM મોદીના ગુણ કેમ ગાય છે?- રાહુલ ગાંધી

જવાનોને માર્યા, જમીન પચાવીને પણ ચીન PM મોદીના ગુણ કેમ ગાય છે?- રાહુલ ગાંધી

0
729

નવી દિલ્હી: ચીન સાથે તણાવ પર કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી ટ્વીટ કર્યું છે. રાહુલ ગાંધીએ જણાવ્યુ કે ચીને આપણા સૈનિકોને માર્યા અને જમીન પચાવી લીધી. આટલા ઘર્ષણ પછી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુણ ચીન કેમ કરી રહ્યું છે?

રાહુલ ગાંધીએ એક મીડિયા રિપોર્ટના હવાલા આપતા ટ્વીટ કર્યુ છે. અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિવેદન ટ્વીટ કરતા સરકારને નિશાન પર લીધી હતી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યુ હતુ કે પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહની મહત્વપૂર્ણ સલાહ. ભારતની ભલાઈ માટે, હું આશા કરું છું કે PM તેમની વાતને વિનમ્રતાથી માનશે.

આ પણ વાંચો: ચીન સાથે તનાવ વધતા ભારતે રશિયા પાસે માંગ્યુ બ્રહ્માસ્ત્ર, જાણો શું છે તેની વિશેષતા

પૂર્વ વડાપ્રધાને શું કહ્યુ હતુ?

મનમોહન સિંહે પોતાના નિવેદનમાં જણાવ્યુ હતુ કે આજે આપણે ઇતિહાસનાં એક નાજૂક વળાંક પર ઉભા છીએ. આપણી સરકારનાં નિર્ણય અને સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલા નક્કી કરશે કે ભવિષ્યની પેઢીઓ આપણું મૂલ્યાંકન કઈ રીતે કરશે. જે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે, તેમના ખભા પર ફરજની જવાબદારી છે. આપણા લોકતંત્રમાં આ જવાબદારી દેશનાં વડાપ્રધાનની છે. વડાપ્રધાને પોતાના શબ્દો અને નિવેદનો દ્વારા દેશની સુરક્ષા તેમજ વ્યૂહાત્મક તેમજ પ્રાદેશિક હિતો પર પડનારા પ્રભાવના પ્રત્યે હંમેશા ખૂબ જ સાવધાન હોવું જોઇએ.

આ પણ વાંચો: ભારત-ચીન તનાવ મુદ્દે મનમોહન સિંહની સલાહ- ‘બોલવામાં ધ્યાન રાખે PM મોદી’

એટલે કે મનમોહન સિંહે PM મોદીને તેમના ફરજની સાથે સાથે આવા મુદ્દાઓ પર નિવેદનો પર પણ ધ્યાન આપવાની સલાબ આપી દીધી. ઉલ્લેખનીય છે કે ચીન પર સર્વદળીય બેઠક પછી PM મોદીએ જે નિવેદન આપ્યું હતુ તેના પર અનેક પ્રશ્નો ઉભાં થયા હતા. એટલા સુધી કે PMOએ સ્પષ્ટતા પણ આપવી પડી હતી.

ઉલ્લેખનીય છે કે 15 જૂનની સાંજે લદ્દાખની ગલવાન ખીણમાં ચીની સૈનિકોનાં હુમલામાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા. લદ્દાખમાં આ વિવાદ મે મહિનાથી ચાલી રહ્યો છે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ત્યારથી જ ચીન પર સરકાર પાસેથી સ્પષ્ટતાની માંગ કરી રહ્યા છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.