Gujarat Exclusive > રાજનીતિ > હવે તો RBI પણ કહે છે કે મંદી છેઃ રાહુલ ગાંધી

હવે તો RBI પણ કહે છે કે મંદી છેઃ રાહુલ ગાંધી

0
452

મંગળવારે રિઝર્વ બેન્કે સપ્ટેમ્બર સુધી આર્થિક સંકોચનની ચેતવણી આપી હતી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે સવારે ફરીથી સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે મીડિયા દ્વારા ધ્યાન બીજે વાળવાથી ગરીબને મદદ નહી મળે. તેમણે તેની સાથે રિઝર્વ બેન્કની છેલ્લી ચેતવણી ટવીટ કરી હતી જેમા નોવેલ કોરોના વાઇરસના રોગચાળા વચ્ચે આર્થિક સંકોચનની ચેતવણી આપવામાં આવી હતી.

કોંગ્રેસના 50 વર્ષના ભૂતપૂર્વ વડાએ આજના સવારના ટવીટમાં જણાવ્યું હતું કે અમે જે વાત મહિનાઓથી કહેતા હતા તેને રિઝર્વ બેન્કે સમર્થન આપ્યું છે. તેની સાથે તેમણે કેટલાક સૂચનો પણ કર્યા છે. તેમણે કહ્યું છે કે સરકારે વધારે ખર્ચ કરવો જોઈએ, ધિરાણ ન કરવું જોઈએ. ગરીબોને નાણા આપો. ઉદ્યોગપતિઓને કરરાહત ન આપો. વપરાશને વેગ આપીને અર્થતંત્રને રિસ્ટાર્ટ કરો. તેમણે ઉમેર્યુ હતું કે મીડિયા દ્વારા ધ્યાન બીજે વાળવાથી આ આર્થિક હોનારત અદ્રશ્ય નહીં થઈ જાય કે ગરીબને ખાસ મદદ નહી મળે.

આ પણ વાંચોઃ Shushant ડ્રગ્સ એન્ગલઃ CBIના આરોપમાંથી મુક્ત થયેલા રાકેશ અસ્થાના તપાસ કરશે

મંગળવારે મધ્યસ્થ બેન્કે આર્થિક સંકોચન સપ્ટેમ્બર સુધી જારી રહેવાની ચેતવણી આપી હતી. કોરોના વાઇરસનો ફેલાવો વધવાની સાથે વૈશ્વિક નાણાકીય બજારની અસ્થિરતા વૃદ્ધિની સામે સૌથી મોટું જોખમ છે, એમ મધ્યસ્થ બેન્કે તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું.

કોંગ્રેસના કેરળના સાંસદ ગાંધી સોશિયલ મીડિયા દ્વારા કોરોના વાઇરસના હેન્ડલિંગ સામે સરકાર પર અવિરત ધોરણે હુમલા કરતા રહ્યા છે, જેના લીધે સમગ્ર દેશના અર્થતંત્ર પર વિપરીત અસર પડી છે.રિઝર્વ બેન્કે કબૂલ્યુ હતું કે કોરોનાના લીધે નોટોના ફેલાવવા પર પણ અસર પડી છે. કોરોનાના કારણે રિઝર્વ બેન્ક ચાલુ વર્ષે 23 ટકા જેટલો નાણાકીય પુરવઠો ઓછો પાડી રહી છે, આ વાત રિઝર્વ બેન્કે પોતે પણ કબૂલી છે.

આ પણ વાંચોઃ સંસદ ભવન નજીક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો, કોડવર્ડમાં લખેલ લેટર મળ્યો

જો કે શાસક પક્ષે કોંગ્રેસના નેતાના આરોપ નકાર્યા હતા. ગયા સપ્તાહે ભાજપના વડા જે.પી. નડ્ડાએ રાહુલ ગાંધીને ઝાટકણી કાઢતા તેમના પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે સમગ્ર દેશને વડાપ્રધાન અને તેમની પહેલમાં પૂરેપૂરો વિશ્વાસ છે. તેથી જ તો પીએમ કેર્સ ફંડને જંગી ટેકો મળ્યો છે. સમગ્ર દેશ કોરોના વાઇરસ સામે જંગ લડી રહ્યો છે ત્યારે કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ફેક ન્યૂઝ ફેલાવવામાં પડેલા છે.