Gujarat Exclusive > દેશ-વિદેશ > યુપીમાં હાથરસ કેસઃ Rahul-Priyanka સાથે પોલીસની બર્બરતા, બંનેની ધરપકડ

યુપીમાં હાથરસ કેસઃ Rahul-Priyanka સાથે પોલીસની બર્બરતા, બંનેની ધરપકડ

0
216
  • પોલીસે રાહુલને પહેલાં ધક્કો મારી જમીન પર પટકી દીધા હતા
  • ગેંગરેપ પીડિતાના પરિવારને ળવા જઇ રહ્યા હતા રાહુલ-પ્રિયંકા
  • યોગી સરકારની પોલીસની બરબરતાથી ઊઠ્યા અનેક સવાલ

હાથરસઃ યુપીના હાથરસનો ગેંગરેપ મામલો ગરમાવા લાગ્યો છે. બુધવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી (Rahul-Priyanka)સાથે પોલીસે ગેરવર્તણૂક કરી હતી. પોલીસે તેમને ધક્કો માર્યો હતા. જેથી તેઓ જમીન પર પડી ગયા હતા. ત્યારે બાદ રાહુલ ગાંધીની ધરપકડ (rahul priyanka gandhi arrested) કરી લેવાઇ હતી. બપારે 3ઃ30 પછી પ્રિયંકા ગાંધઈની પણ પોલીસે અટકાયત કરી હતી.

 

રાહુલ તેમના કાર્યકરો સાથે પગપાળા પીડિતાના પરિવારને મળવા હાથરસ જઇ રહ્યા હતા, ત્યારે એક પોલીસનો કર્મી તેમના પર હાથ નાંખી ધક્કો મારી દે છે. જે ટ્વીટર પર શેર થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. રાહુલ અને પ્રિયંકા (Rahul-Priyanka) ની ધરપકડ કરી પોલીસે (rahul priyanka gandhi arrested) વાહનમાં બેસાડી લઇ ગયા હતા. સાથમાં કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલાને પણ લઇ ગયા હતાં.

આ પણ વાંચો: બિગ બોસ-14માં Radhe Maની એન્ટ્રી નક્કી, લીધી મોટી ફી, પણ ત્રિસૂલનું શું?

પોલીસનો કોંગ્રેસી કાર્યકરો પર લાઠીચાર્જ

 રાહુલ ગાંધી- પ્રિયંકા ગાંધી (Rahul-Priyanka)અને સુરજેવાલાની ધરપકડ કર્યા બાદ પોલીસે દેખાવો કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો પર લાઠીચાર્જ શરુ કરી દીધો હતો. પોલીસે ભીડને વિખેરવા માટે બળ પ્રયોગ કર્યો હતા. જેમાં કેટલાક કાર્યકરોને ઇજા પહોંચી હતા.

 

રાહુલે પુછ્યું- મને કઇ કલમ હેઠળ  પકડવામાં આવ્યા? (rahul priyanka gandhi arrested)

આ પ્રસંગે કોંગ્રેસના સમરર્થકો ઉશ્કેરાઇ ગયા હતી. પરંતુ રાહુલ ગાંધીએ તેમને શાંત કર્યા હતા અને પોલીસ સાથે ચર્ચા કરી હતી. રાહુલે પોલીસને પુછ્યું હતું હતું કે કઇ કલમ હેઠળ તેમને અટકાવવામાં આવે છે. જો કે પોલીસે પછી તેમની કલમ 188 હેઠળ ધરપકડ (rahul priyanka gandhi arrested) કરી લીધી હતી.

 

કોઇ કાયદાનો ભંગ કર્યો નથીઃ રાહુલ ગાંધી

રાહુલે કહ્યું હતુ કે તેમણે કયા કાયદાનો ભંગ કર્યો છે? રાહુલે કહ્યું કે હું એકલો પગપાળા જવા માંગુ છું, તો તેમાં કઇ રીતે કલમ 144નું ઉલ્લંઘન થશે. જો કે પોલીસે રાહુલને કહ્યું હતું કે તમારા લીધે અહીં કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જાશે.

શું RSS અને BJPના લોકો અન મોદી જ ચાલી શકે છેઃ રાહુલ

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અત્યારે પોલીસવાળાઓએ મને ધક્કો (rahul priyanka gandhi arrested) માર્યો અને લાઠી મારી પટકી દીધો. બરોબર છે, હું કંઇ રહ્યો નથી. કોઇ પ્રોબ્લેમ નથી, શું હિન્દુસ્તાનમાં RSS અને BJPના લોકો જ ચાલી શકે છે? શું સામાન્ય માણસ ચાલી કે નહીં? શું આ દેશમાં નરેન્દ્ર મોદી જ પગપાળા જ ચાલી શકે છે?

અગાઉ સવારે હાથરસ ગેંગરેપ મામલે ક્ષેત્રમાં તંગીદિલી સર્જાતા કલમ 144 લાગુ કરી દેવાઇ હતી. દરમિયાન મુરાદાબાદમાં દિલ્હી- લખનઉ હાઇવે લોકોએ જામ કરી દીધો હતો. સફાઇ કર્મચારીઓ ઠેર ઠેર કચરાનો ઢગલો મુકી રહ્યા હતાં.

આ પણ વાંચો: BREAKING: યુપીમાં હાથરસ કેસઃ રાહુલને પોલીસે ધક્કો મારી પટક્યા પછી કરી ધરપકડ

વધુ એક દલિત યુવતી પર ગેંગરેપ Rahul-Priyanka

યુપીમાં દલિત યુવતીઓ સાથે સતત સામૂહિક દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે. હાથરસ ગેંગરેપનો મામલો હજુ ચગી જ રહ્યો છે ત્યાં યુપીના બલરામપુરમાં વધુ એક દલિત યુવતી પર ગેંગરેપ કરી તેની હત્યા કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ 22 વર્ષની વિદ્યાર્થીની કોલેજમાં એડમિશન કરાવવા ગઇ હતી ત્યારે તેની સાથે બરબરતા આચરવામાં આવી હોવાના રિપોર્ટ છે.

યુપીમાં દરરોજ 11 દુષ્કર્મ થઇ રહ્યા છેઃ પ્રિયંકા

અગાઉ રાહુલ ગાંધીના કાફલાને પોલીસે યમુના એક્સપ્રેસ હાઇવે પર અટકાવી દીધો હતો. તેથી રાહુલ અને પ્રિયંકા પગપાળા હાથરસ જવા રવાના થઇ ગયા હતા. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મહિલાઓની સુરક્ષાની જવાબદારી યોગી સરકારે લેવી પડશે. જેવી રીતે રાજ્યમાં મહિલાઓની સાથે અત્યાચાર થઇ રહ્યા છે. તે બંધ થવા જોઇએ. આ જ સ્થિતિ ગત વર્ષે પણ હતી.

આશરે આ જ સમયગાળામાં અમે ઉન્નાવની પુત્રી માટે લડાઇ કરી રહ્યા હતા. હાલ રાજ્યમાં દર રોજ 11 દુષ્કર્મ થઇ રહ્યા છે. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે તેઓ પીડિત પરિવારને મળવા જઇ રહ્યા હતા. પરંતુ યોગીના ભાજપ સરકાર રાહુલ અને પ્રિયંકા ગાંધીથી ડરી ગઇ છે.