Gujarat Exclusive > દેશ-વિદેશ > રાહુલ ગાંધીનો સરકાર પર કટાક્ષઃ પોતાનો જીવ જાતે બચાવો, PM મોર સાથે વ્યસ્ત

રાહુલ ગાંધીનો સરકાર પર કટાક્ષઃ પોતાનો જીવ જાતે બચાવો, PM મોર સાથે વ્યસ્ત

0
347
  • દેશમાં કોરોના ફેલાવવાનું કારણ મોદીનો અહંકાર અને અનિયોજિત લોકડાઉન
  • મોદીની નિષ્ફળ નીતિના લીધે દેશના અર્થતંત્રની એકદમ વિપરીત હાલત
  • નોટબંધી, જીએસટી અને લોકડાઉન આ છે પીએમની દેશને બેહાલ કરતી નીતિ

નવી દિલ્હીઃ સંસદ (Parliament)નું ચોમાસુ સત્ર (Monsoon session) શરૂ થતા પહેલા જ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ટવીટરના માધ્યમથી વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra modi) પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે કોરોના(Corona)ના ચેપના આંકડા આ અઠવાડિયે કુલ 50 લાખ કેસની સાથે એક્ટિવ કેસ દસ લાખને પાર થઈ જશે. અનિયોજિત લોકડાઉન (Lock down)એક વ્યક્તિના અહંકારનું પરિણામ છે, જેના લીધે દેશભરમાં કોરોના ફેલાયો. આમ મોદી સરકારે કહ્યુ કે આત્મનિર્ભર બનો એટલે કે પોતાનો જીવ જાતે બચાવો, કેમકે પીએમ મોદી મોરની સાથે વ્યસ્ત છે.

મોદીની આર્થિક નીતિઓને લઈને રાહુલના આકરા પ્રહાર

આ સાથે રાહુલ ગાંધીએ સ્પષ્ટ કરી દીધું કે સત્ર દરમિયાન તે આક્રમક વલણ દર્શાવવાના છે. રાહુલ ગાંધી મોદી સરકારની આર્થિક નીતિઓ અને કોરોનાને પહોંચી વળવામાં સરકારની નિષ્ફળતાને લઈને કેટલાય સમયથી ટીકા કરી રહ્યા છે. તેમનો દાવો છે કે ભારતમાં કોરોના ફેલાવવાનું કારણ જ મોદી દ્વારા લાદવામાં આવેલું વિચાર્યા વગરનું લોકડાઉન છે. મોદીએ જો આ નિર્ણય રાજ્ય સરકારો પર છોડ્યો હોત અને રાજ્ય સરકારોએ પણ પોતાના સ્તરની સાથે દરેકને પોતાની નિર્ણય પ્રક્રિયામાં ભાગીદાર બનાવ્યા હોત તો દેશમાં કોરોના ફેલાયો ન હોત.

લોકડાઉન લાદતા મોદી પ્રવાસી મજૂરોને ભૂલી ગયા

મોદી કોરોનાના લોકડાઉનનો નિર્ણય લેતી વખતે દેશમાં કેટલા મોટાપાયા પર પ્રવાસી મજૂરો કામ કરે છે અને છે અને દેશની 80 કરોડની વસતી રોજ કમાય છે અને રોજ ખાય છે તે વાત તો ભૂલી જ ગયા. તેના લીધે કદાચ આઝાદીના સમય બાદ આપણે પહેલી વખત આટલી મોટી હિજરત જોઈ. જો મોદીએ વિપક્ષની વાત તો જવા દો પણ પોતાના માણસોને પણ સાંભળ્યા હોત તો લોકડાઉન જેવો નિર્ણય લીધો જ ન હોત.

લોકડાઉન નોટબંધી કરતાં પણ ખરાબ નિર્ણય

આ નિર્ણય જીએસટી અને નોટબંધી કરતાં પણ ખરાબ નિર્ણય છે. આજે મોદીના લોકડાઉનના નિર્ણયે દેશના અર્થતંત્રની કરોડરજ્જુ ભાંગી નાખી છે. આટલુ કર્યા પછી પણ કોરોના અંકુશમાં તો લેવાયો જ નથી. તેના બદલે કરોડો લોકો બેકારીના ખપ્પરમાં હોમાઈ ગયા છે અને ભૂખે મરવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી છેલ્લા કેટલાક સમયથી ટવીટર પર સરકાર સામે એક પછી એક આક્રમક પ્રહારો કરી રહ્યા છે.

સંસદના 18 દિવસના ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. તેમા ચીનની સાથે ચાલતા સરહદ વિવાદ, કોરોનાનો સામનો કરવામાં સરકારની નીતિઓ, આર્થિક પડકારો જેવા મુદ્દા છવાયેલા રહેવાના છે.