Gujarat Exclusive > રાજનીતિ > કાનપુર એન્કાઉન્ટર પર રાહુલનો પ્રશ્ન- ‘પોલીસ જ સુરક્ષિત નથી, તો પ્રજા ક્યાંથી હોય?’

કાનપુર એન્કાઉન્ટર પર રાહુલનો પ્રશ્ન- ‘પોલીસ જ સુરક્ષિત નથી, તો પ્રજા ક્યાંથી હોય?’

0
338
  • પોલીસ જ સુરક્ષિત નથી, તો પ્રજા કેવી રીતે રહેશે?- રાહુલ ગાંધી

  • યૂપીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે- પ્રિયંકા ગાંધી 

  • ઘટનામાં યૂપી પોલીસના CO, SO સહિત 8 જવાન શહીદ થયા

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના કાનપુરમાં બદમાશો સાથે અથડામણમાં 8 પોલીસકર્મી શહીદ થઈ ગયા છે. આ બદમાશોને પકડવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 7 અન્ય પોલીસકર્મી ઈજાગ્રસ્ત પણ થયા. આ મામલે કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ રાજ્યની યોગી સરકાર પર નિશાન સાધ્યુ છે.

રાહુલ ગાંધીએ શુક્રવારે સવારે ટ્વીટ કરીને લખ્યુ કે, યૂપીમાં ગુંડારાજનો વધુ એક પુરાવો. જ્યારે અહીં પોલીસ જ સુરક્ષિત નથી, તો પ્રજા કેવી રીતે રહેશે? એન્કાઉન્ટમાં માર્યા ગયેલા વીર શહીદોના પરિવાર સાથે મારી સંવેદના અને હું ઈજાગ્રસ્તોને ઝડપી સ્વસ્થ્ય થવાની કામના કરૂં છું.

તમને જણાવી દઈએ કે, ગુરુવારે રાત્રે કાનપુર દેહાતના ચૌબેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બિકરૂ ગામમાં હિસ્ટ્રીશિટર વિકાસ દૂબેને ઝડપવા માટે પોલીસ પહોંચી ગતી. આ દરમિયાન અપરાધીઓએ પોલીસને ઘેરીને ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. જેમાં 8 પોલીસ જવાનો શહીદ થઈ ગયા છે.

આ પણ વાંચો: કાનપુરમાં હિસ્ટ્રીશિટરને પકડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો, CO સહિત 8 શહીદ

અગાઉ કોંગ્રેસ નેતા અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ સરકાર પર નિશાન સાધ્યુ હતુ. પ્રિયંકાએ લખ્યુ કે, બદમાશોને પકડવા ગયેલી પોલીસ પર બદમાશોએ અંધાધુંધ ફાયરિંગ કરી છે. જેમાં યૂપી પોલીસના CO, SO સહિત 8 જવાન શહીદ થયા છે. UP પોલીસના આ શહીદ પરિવારજનો સાથે મારી શોક સંવેદના.

કોંગ્રેસ નેતાએ આગળ લખ્યુ કે, યૂપીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. બદમાશો બેખૌફ થઈ ગયા છે. સામાન્ય લોકો સાથે પોલીસ પણ સુરક્ષિત નથી. કાયદા વ્યવસ્થાની જવાબદારી CM ખુદ સંભાળે છે. આટલી ભયાનક ઘટના બાદ તેમણે કડક પગલા લેવા જોઈએ.

આ પણ વાંચો: ચીન સાથે તનાવ વચ્ચે અચાનક લેહ પહોંચ્યા PM મોદી, CDS બિપિન રાવત પણ સાથે

ઉલ્લેખનીય છે કે આ ઘટના પછી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ DGP સાથે વાત કરી છે અને બદમાશો પર તાત્કાલીક કડક પગલા લેવાના આદેશ આપ્યા છે. કોંગ્રેસ સિવાય સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટીએ પણ ઉત્તર પ્રદેશની યોગી સરકારને આડેહાથ લીધી છે.