Gujarat Exclusive > દેશ-વિદેશ > Covid19: રાહુલ ગાંધીની માંગ, દેશમાં લૉકડાઉન લગાવવામાં આવે

Covid19: રાહુલ ગાંધીની માંગ, દેશમાં લૉકડાઉન લગાવવામાં આવે

0
35

નવી દિલ્હી: દેશમાં કોરોનાના વધતા કેસને જોતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ દેશમાં લૉકડાઉન લગાવવાની માંગ કરી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યુ કે દેશમાં કોરોના સંક્રમણને રોકવા માટે હવે માત્ર એક જ રસ્તો બાકી છે અને તે છે ફુલ લૉકડાઉન.

આ પહેલા દેશમાં કોરોના વાયરસના વધતા કહેરને જોતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની માંગ કરી હતી. IMAનું કહેવુ છે કે દેશમાં કોવિડ સંક્રમણની ચેનને તોડવા માટે તુરંત લૉકડાઉન લગાવવુ જોઇએ. ભારતમાં રોજ કોવિડના કેસ રેકોર્ડ બનાવી રહ્યા છે.

કેટલાક દિવસ પહેલા ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી હતી. આ ટાસ્ક ફોર્સમાં AIIMS અને ICMR જેવા મુખ્ય ઇંસ્ટીટ્યૂશન્સથી હેલ્થ એક્સપર્ટ સામેલ હતા. જે COVID19 કેસમાં તાજેતરના ઉછાળ દરમિયાન કેટલીક વખત મળી ચુક્યા છે.

આ પણ વાંચો: ભારતમાં 1 ઓગસ્ટ સુધી 10 લાખ કોવિડ મોત થવાનું અનુમાન: IHME

મહત્વપૂર્ણ છે કે મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં 24 કલાકમાં 3,57,229 નવા કેસ સામે આવ્યા છે અને 3,449 લોકોના મોત થયા છે. 357229 નવા કેસ સામે આવ્યા બાદ કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,02,82,833 થઇ ગઇ છે. 3,449 નવી મોત બાદ કુલ મોતની સંખ્યા 2,22,408 થઇ ગઇ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 34,47,133 છે અને ડિસ્ચાર્જ થયેલા કુલ કેસની સંખ્યા 1,66,13,292 છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat