Gujarat Exclusive > દેશ-વિદેશ > 70 વર્ષમાં જે પણ દેશની પૂંજી બની, તેને મોદી સરકારે વેચવાનો નિર્ણય લઈ લીધો: ગાંધી

70 વર્ષમાં જે પણ દેશની પૂંજી બની, તેને મોદી સરકારે વેચવાનો નિર્ણય લઈ લીધો: ગાંધી

0
87

કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી નેશનલ મોનેટાઇઝેશન પાઈપલાઈન (NMP) પ્રોગ્રામ પર રાહુલ ગાંધીએ નારાજગી વ્યક્ત કરી છે. તેમને નરેન્દ્ર મોદી સરકાર પર આ યોજના દ્વારા સરકારી સંસાધનોને વેચી મારવાનો આરોપ લગાવ્યો. મંગળવારે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફ્રન્સ કરીને રાહુલ ગાંધીને કહ્યું કે, 70 વર્ષમાં જે પણ દેશની પૂંજી બની મોદી સરકારે તેને વેચવાનું કામ કર્યું છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, રેલવેને ખાનગી હાથોમાં વેચી દેવામાં આવી છે. પીએમ બધુ જ વેચી રહ્યાં છે. રાહુલ ગાંધીએ પીએમ મોદીના નારાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, બીજેપીનો નારો હતો કે 70 વર્ષમાં કંઈ જ થયું નથી. કાલે નાણામંત્રીએ દેશમાં જે પણ 7 વર્ષમાં બન્યું તેને વેચી માર્યું.

કોંગ્રેસ નેતાએ કહ્યું મોદી સરકારે 1.6 લાખ કરોડ રૂપિયાનું રોડવેચ વેચી માર્યું. દેશની રીઢની હડ્ડી ગણાતી રેલવેને 1.5 લાખ કરોડ રૂપિયામાં વેચી મારી. ગેસની પાઈપ લાઈન, પેટ્રોલિયમની પાઈપલાઈન, બીએસએનએલ અને એમટીએનએલને પણ કેન્દ્રએ વેચી મારી. વેયર હાઉસિંગને પણ કેન્દ્ર સરકારે વેચી મારી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, રેલવે દેશની રીઢ છે. ગરીબ વ્યક્તિ એક શહેરથી બીજા શહેર રેલવે વગર મુસાફરી કરી શકતો નથી. 1.50 લાખ કરોડ રૂપિયામાં રેલવે, 400 સ્ટેશન, 150 ટ્રેનો અને રેલવે ટ્રેક સરકાર વેચી રહી છે. રેલવે કર્મચારીઓને ચેતવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, જો આ બધુ રેલવે પાસેથી લઈને પ્રાઈવેટ કંપનીને આપવામાં આવશે તો તમારા રોજગાર ઉપર પણ ખતરો થશે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે રેલવેને ચીનને સૌંપીને પ્રાઈવેટ કરી દેવામાં આવશે ત્યારે રેલ કર્મચારીઓનું શું થશે. તેમને પાવર જનરેશન, ગેલની પાઈપલાઈન, પેટ્રોલિયમ પાઈપલાઈન, બીએસએનએલ-એમટીએનએલ અને વેરહાઉસિંગનો પણ ઉલ્લેખ કર્યો.

રાહુલ ગાંધીએ કહ્યું કે, 26700 કિલોમીટર નેશનલ હાઈવે, જેની કિંમત 1.6 લાખ કરોડ છે, 42300 પાવર ટ્રાન્સમિશન, આઠ હજાર કિલોમીટરની ગેલની પાઈપલાઈન, 4 હજાર કિલોમીટરની પેટ્રોલિયમ પાઈપલાઈન, 2.86 લાખ કેબલ ક્નેક્ટિવિટી, 29 હજાર કરોડના વેરહાઉસિંગ અને 2.10 એલએમટી ફૂટ સ્ટોરેજને વેચવામાં આવી રહ્યાં છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે કેન્દ્ર સરકાર માઈનિંગ, 25 એરપોર્ટ, 9 પોર્ટ 31 પ્રોજેક્ટ પણ વેચી રહી છે. નેશનલ સ્ટેડિયમ પણ વેચવામાં આવી રહ્યાં છે. આ બધુ બનાવવામાં 70 વર્ષ લાગી ગયા, તે બધું જ માત્ર ચાર લોકોને વેચવામાં આવી રહ્યું છે. આજ સત્ય છે. ઉદ્યોગપતિઓને આના રૂપમાં ભેટ આપવામાં આવી રહી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat