Gujarat Exclusive > રાજનીતિ > ભારત વિરુદ્ધ ચીન આક્રમક કેમ બન્યું? રાહુલ ગાંધીએ આપ્યો જવાબ

ભારત વિરુદ્ધ ચીન આક્રમક કેમ બન્યું? રાહુલ ગાંધીએ આપ્યો જવાબ

0
677

• મોદી શાસનમાં દેશ આર્થિક અને વિદેશ નીતિ મામલે પાછળ પડ્યો
• કોંગ્રેસના શાસતમાં ભારતના પાડોશી દેશો સાથેના સબંધો સારા રહ્યાં
• દેશની અર્થ વ્યવસ્થા કથળી, બેરોજગારી ઉચ્ચસ્તરે

નવી દિલ્હી: ચીન સાથે સરહદ પર ચાલી રહેલા વિવાદને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત કેન્દ્રની મોદી સરકારને આડેહાથ લઈ રહ્યાં છે. આ દરમિયાન શુક્રવારે એક વખત ફરીથી રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ મોદી સરકારને વિદેશ નીતિ ઉપર સવાલ ઉઠવ્યા હતા. આ મામલે રાહુલે એક વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં તેણે સરહદ વિવાદને લઈને પોતાની વાત રજૂ કરી છે.

કોંગ્રેસ નેતાએ વીડિયોમાં જણાવ્યું કે, “ચીને સરહદ પર વિવાદ માટે આ સમય જ કેમ પસંદ કર્યો? વીડિયોમાં રાહુલ ગાંધીએ અર્થ વ્યવસ્થા, પાડોશી દેશો સાથેના સબંધો અને ભારતની વિદેશ નીતિને લઈને પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, દેશ આર્થિક અને વિદેશ નીતિના મામલે નબળો પડ્યો છે. જેના કારણે પાડોશી દેશ ચીન આપણા વિરુદ્ધ આક્રમક થઈ ગયું છે.”

આ પણ વાંચો:  મંત્રીના પુત્રને પાઠ ભણાવનાર સુરતની લેડી કૉન્સ્ટેબલની મુશ્કેલી વધી, 3 કેસમાં તપાસ શરૂ

વીડિયો સંદેશમાં રાહુલે જણાવ્યું કે, “દેશ અનેક મામલે પાછળ પડી ગયો છે. જેનું પરિણામ એ છે કે, ચીન આપણી સામે આંખો કાઢી રહ્યું છે. દેશની રક્ષા મુખ્યત્વે વિદેશ નીતિ, અર્થ વ્યવસ્થા અને લોકોના વિશ્વાસ પર ટકેલી છે, પરંતુ છેલ્લા 6 વર્ષમાં મોદી શાસનમાં ભારત આ મામલે નિષ્ફળ રહ્યુ છે.

કોંગ્રેસના સમયમાં ભારતના સબંધો અમેરિકા, રશિયા અને યુરોપ સહિતના મોટાભાગના દેશો સાથે સારા હતા. જો કે હાલના સમયમાં આપણા સબંધો માત્ર આર્થિક વેપાર સુધી સમિત થઈ ગયો છે. તાજતરમાં જ રશિયા સાથેના આપણા સબંધો વણસ્યા છે. અગાઉ નેપાળ, ભૂતાન અને શ્રીલંકા આપણા મિત્ર રાષ્ટ્ર માનવામાં આવતા હતા. જો કે હવે ચીનના દબાણમાં આ મિત્ર રાષ્ટ્રો પણ ભારતની વિરૂદ્ધ થઈ ગયા છે.”

અર્થ વ્યવસ્થા વિશે વાત કરતાં કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, “પહેલાના સમયમાં આપણી સૌથી મોટી તાકાત દેશની અર્થ વ્યવસ્થા હતી. જો કે આજે આપણી અર્થ વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. હાલ દેશમાં બેરોજગારી ચરમ પર છે. નાના વેપારીઓને મંદીનો માર સહન કરવો પડી રહ્યો છે, પરંતુ સરકાર કોઈની વાત સાંભળવા માટે તૈયાર નથી.”

કોરોનાના કેસ વધતા કેન્દ્રીય ટીમના ગુજરાતમાં ધામા, સુરતની લીધી મુલાકાત