Gujarat Exclusive > દેશ-વિદેશ > VIDEO & FOOTAGE: રાહુલ ગાંધી સાથે પોલીસની બર્બરતાની બોલતી તસવીરો

VIDEO & FOOTAGE: રાહુલ ગાંધી સાથે પોલીસની બર્બરતાની બોલતી તસવીરો

0
260
  • રાહુલ ગાંધીની કેન્દ્રીય સુરક્ષા અંગે ઉઠ્યા સવાલ
  •  શું કમાન્ડો મોઢું જોવા માટે રાહુલની સાથે હતાઃ આરોપ

હાથરસઃ દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા હાથરસની ‘નિર્ભયા’ના મામલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બુધવારે પીડિતાના પરિવારને મળવા માટે હાથરસ થઇ રહ્યા હતા. ત્યારે યુપી પોલીસે તેમની સાથે બહુ જ બર્બરતા પૂર્વકનો વ્યવહાર કર્યો હતો. તેની બોલતી તસવીરો (VIDEO & FOOTAGE)અહીં પ્રસ્તુત છે.

પોલીસના કર્મીએ રાહુલ કોઇ ઓરાપી હોય તે રીતે કોલર પકડી ધક્કો માર દીધો હતો. જેથી રાહુલ ગાંધી જમીન પર પડી ગયા હતા (VIDEO & FOOTAGE). અહીં સવાલ એ થાય છે કે રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંઘીને કેન્દ્ર તરફથી કઇ કેટેગરીની સુરક્ષા પુરી પાડવામાં આવી છે. રિપોર્ટ મુજબ ગાંધી પરિવારને  Z+ સુરક્ષા આપવામાં આવી છે. અગાઉ તેમને SGP સુરક્ષા હતી. જે ગત વર્ષે નવેમ્બરમાં પાછી ખેંચી લેવાઇ હતી અને તેથી રાહુલ અને પ્રિયંકાને  ઝેડ પ્લસ સુરક્ષા હતી.

આ પણ વાંચોઃયુપીમાં હાથરસ કેસઃ Rahul-Priyanka સાથે પોલીસની બર્બરતા, બંનેની ધરપકડ

ગમે તે કેટેગરીની સુરક્ષા હોય. તો પોલીસ કમાન્ડોની હાજરીમાં આવુ વર્તન કઇ રીતે કરી શકે. તેથી આરોપ થઇ રહ્યો છે કે  સુરક્ષા ગાર્ડ શું મોઢું જોવા માટે સાથે હતા. વિરોધ પક્ષના એક કદ્દાવર નેતાને પોલીસ ધક્કો મારી પાડી દે, તેનું સુરક્ષા કમાન્ડોએ કોઇ પ્રતિક્રિયા જ ન આપી.

Z+ સુરક્ષામાં 55 સુરક્ષા કર્મી હોય છે VIDEO & FOOTAGE

Z+ કેટગરીની સુરક્ષામાં 55 સુરક્ષા કર્મીઓનો કાફલો હોય છે.  જેમાં NSGના 10 કમાન્ડો પણ હોય છે. આ સુરક્ષા પ્રણાલીને બીજી SPG કેટેગરી પણ કહેવામાં આવે છે અને આ કમાન્ડોઝ અત્યાધુનિક હથિયારોથી સજ્જ હોય છે, તેમની પાસે નવીનતમ ગેજેટ્સ અને ઉપકરણો હોય છે. પ્રથમ તબક્કાની સુરક્ષા માટે NSG જવાબદાર હોય છે, પછી બીજા સ્તરે SPG અધિકારીઓ હોય છે અને એમની સાથે ITBP અને સીઆરપીએફના જવાનો પણ હોય છે.

આટઆટલી સુરક્ષા છતાં રાહુલ ગાંધીને ધક્કો વાગ્યો અને તેઓ જમીન પર પડી ગયા.

આ પણ વાંચોઃસોનભદ્રથી હાથરસઃ પ્રિયંકા અને યોગી કેટલી વખત સામ-સામે ટકરાયા