Gujarat Exclusive > દેશ-વિદેશ > લખીમપુર હિંસા પર રાષ્ટ્રપતિને મળશે રાહુલ ગાંધી, કોંગ્રેસ ડેલિગેશન પણ સાથે રહેશે

લખીમપુર હિંસા પર રાષ્ટ્રપતિને મળશે રાહુલ ગાંધી, કોંગ્રેસ ડેલિગેશન પણ સાથે રહેશે

0
57

નવી દિલ્હી: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી બુધવારે એટલે કે કાલે લખીમપુર હિંસાને લઇને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા જશે, તેમની સાથે તેમની પાર્ટીનો એક ડેલિગેશન પણ હશે. રાષ્ટ્રપતિ ભવને તેમણે સવારે આશરે 11.30 વાગ્યાનો સમય આપ્યો છે. આ દરમિયાન તે રાષ્ટ્રપતિ સાથે ખેડૂતોના મોત મામલે ચર્ચા કરશે.

કોંગ્રેસનું આ ડેલિગેશન રાષ્ટ્રપતિને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીને તેમના પદ પરથી હટાવવાની માંગ કરી શકે છે. તે આ મામલે રાષ્ટ્રપતિને હસ્તક્ષેપ કરવાની માંગ કરી શકે છે.

તમને જણાવી દઇએ કે જે દિવસે આ હિંસા લખીમપુરમાં બની, તે દિવસે યુપી સરકારના મંત્રી કેશવ પ્રસાદ મૌર્ય સાથે તે લખીમપુરમાં એક સભા કરી રહ્યા હતા. સોશિયલ મીડિયામાં કેટલાક વીડિયો ફુટેજ દ્વારા અજય મિશ્રાના પુત્રના સામેલ થવાનો દાવો કરવામાં આવ્યો જેને કોર્ટે પહેલા ન્યાયિક કસ્ટડી અને પછી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.

અંતિમ અરદાસમાં સામેલ થવા પહોચ્યા પ્રિયંકા

લખીમપુર ખીરી હિંસામાં માર્યા ગયેલા ચાર ખેડૂત અને એક પત્રકારને શ્રદ્ધાંજલિ આપવા માટે તિકુનિયામાં આજે અંતિમ અરદાસ માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અંતિમ અરદાસ અને અસ્થિ કળશ યાત્રાને લઇને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તેની માટે પુરતી પોલીસ ફોર્સ લગાવવામાં આવી છે. પીએસી, પેરામિલિટ્રી, આરએએફ અને એસએસબીને પણ શહેરથી લઇને તિકુનિયા સુધી ગોઠવી દેવામાં આવી છે. ડ્રોન કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી લખીમપુર પહોચી ગયા છે. પ્રિયંકા લખીમપુરના તિકુનિયામાં માર્યા ગયેલા ખેડૂતોની અંતિમ અરદાસમાં સામેલ થશે. પ્રિયંકા ગાંધી સાથે અજય કુમાર લલ્લૂ પણ લખીમપુર પહોચ્યા છે. રસ્તા પર લાગેલા પોસ્ટરમાં ના જોઇએ સહાનૂભૂતિ લખેલુ છે.

આ પણ વાંચો: દિલ્હીમાં AK-47 અને હેન્ડ ગ્રેનેડ સાથે પાકિસ્તાની આતંકી ઝડપાયો

શું છે લખીમપુરની ઘટના?

3 ઓક્ટોબરની ઘટના લખીમપુર શહેરથી લગભગ 60 કિલોમીટર દૂર તિકુનિયા-બનબીરપુર રોડ પર બની છે, જ્યારે ખેડૂત નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પૈતૃક ગામ બનબીરપુર જવાનો વિરોધ કરી રહ્યા હતા. આ ઘટનામાં ચાર ખેડૂત, એક પત્રકાર અને ત્રણ અન્ય ( જે ઘટના બાદ માર મારીને મારી નાખવામાં આવ્યા હતા)ના મોત થયા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat