Gujarat Exclusive > દેશ-વિદેશ > રાહુલ ગાંધીએ ખેડૂત અને મોંઘવારીના મુદ્દાને લઇને કેન્દ્ર પર નિશાન સાધ્યુ

રાહુલ ગાંધીએ ખેડૂત અને મોંઘવારીના મુદ્દાને લઇને કેન્દ્ર પર નિશાન સાધ્યુ

0
45

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેડૂતોની સમસ્યા, મોંઘવારી અને સરહદ સાથે જોડાયેલા મુદ્દાને લઇને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે, તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર નિષ્ફળ હતી, નિષ્ફળ છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ, “ખેડૂત પરેશાન છે, મોંઘવારી આસમાને પહોચી છે, સરહદો પર ઘર્ષણ છે, ભારત તો ત્યારે પણ મહાન છે પણ કેન્દ્ર સરકાર નિષ્ફળ હતી અને નિષ્ફળ છે.

દિલ્હીની સરહદો પર ખેડૂતો છેલ્લા કેટલાક મહિનાથી કૃષિ કાયદા વિરૂદ્ધ ધરણા પર બેઠા છે. જેને લઇને રાહુલ ગાંધી પહેલા પણ કેન્દ્ર પર કેટલીક વખત પ્રહાર કરી ચુક્યા છે. ખેડૂતોની માંગ છે કે મોદી સરકાર ત્રણ કૃષિ કાયદાને પરત લઇ લે. જોકે, અત્યાર સુધી આ મુદ્દા પર કેટલાક તબક્કાની વાતચીત થઇ ચુકી છે પરંતુ કેન્દ્ર સરકારે ખેડૂતોની માંગ માની નથી. એવામાં કેટલાક મહિનાથી ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ચાલુ છે.

આ સિવાય રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં મોંઘવારીનો પણ ઉલ્લેખ કર્યો છે. દેશમાં મોંઘવારી ચરમસીમાએ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધતા જઇ રહ્યા છે. પ્રથમ વખત દેશમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરની પાર વહેચાઇ રહ્યુ છે. આ સિવાય તહેવારની સીઝનની આગમન સાથે જ કરિયાણાના સામાનની કિંમતમાં વધારો થવા લાગ્યો છે. રિપોર્ટની માનીએ તો રોજબરોજના જીવનમાં ઉપયોગ થતી ખાંડ, તેલ, ડુંગળી અને બટાકા સહિત લગભગ તમામ સામગ્રીની કિંમતમાં પાંચથી 10 રૂપિયા સુધીનો વધારો થયો છે.

આ પણ વાંચો: કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આળશ, કેન્દ્રએ રાજ્યોને લગાવી ફટકાર

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશના લલિતપુરમાં ખાદ્ય માટે લાઇનમાં ઉભા રહેલા ખેડૂતોના મોત સાથે જોડાયેલા સમાચારને લઇને રાજ્યની ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ છે, તેમણે ટ્વીટ કર્યુ, “ધાન ખરીદદારીમાં કુવ્યવસ્થાને કારણે લખીમપુરના એક ખેડૂતે મંડીમાં પડેલા ધાનમાં આગ લગાવવી પડી. ખાદ્ય વિતરણમાં કુવ્યવસ્થાને કારણે લલિતપુરના એક ખેડૂતનું લાઇનમાં ઉભા ઉભા મોત થઇ ગયુ. યુપીની ભાજપ સરકાર ખેડૂતોને પરેશાન કરવામાં કોઇ કસર છોડી નથી રહી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat