Gujarat Exclusive > રાજનીતિ > રાહુલ ગાંધી સાથે થયેલા ગેરવર્તન અંગે ભડક્યા શિવસેના નેતા સંજય રાઉત, લોકતંત્રનો ગેંગરેપ ગણાવ્યો

રાહુલ ગાંધી સાથે થયેલા ગેરવર્તન અંગે ભડક્યા શિવસેના નેતા સંજય રાઉત, લોકતંત્રનો ગેંગરેપ ગણાવ્યો

0
148

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના હાથરસમાં એક 19 વર્ષની દલિત યુવતી સાથે કથિત રેપ અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થવાથી દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. વિપક્ષી પાર્ટીઓ રાજ્યની યોગી આદિત્યનાથ સરકાર પર નિશાન સાધી રહી છે. ગુરુવારે પીડિત પરિવારને મળવા હાથરસ જઇ રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે ગેરવર્તન થયું હતું. તેને લઇને શિવસેના નેતા સંજય રાઉત (Sanjay Raut)એ કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી અને દેશના લોકતંત્રનો ગેંગરેપ ગણાવ્યો છે.

શિવસેના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) જણાવ્યું કે,

“રાહુલ ગાંધી એક રાષ્ટ્રીય સ્તરના રાજનેતા છે. આપણા કોંગ્રેસ સાથે મતભેદ હોઇ શકે છે, પરંતુ પોલીસે તેમની સાથે જે વ્યવહાર કર્યો છે તેને કોઈ સમર્થન નથી કરી શકતુ. તેમનો કોલર પકડવામાં આવ્યો અને જમીન પર ધક્કા મારી પાડી દેવામાં આવ્યા. આ એક રીતે દેશના લોકતંત્રનો ગેંગરેપ છે. તેની તપાસ થવી જોઇએ.”

આ પણ વાંચો: Sonia Gandhiનો મોટો આરોપઃ PM મોદી સરકાર ખેડૂતો લોહીના આંસૂ રડાવી રહી છે

કંગના રનૌતને લઇને રાઉતે જણાવ્યું કે મુંબઈમાં એક એક્ટ્રેસના કાર્યલયના ગેરકાયદેસર નિર્માણને તોડવામાં આવ્યો તો શાસક પક્ષ ઊંઘમાંથી ઉઠી ગયો, જેમકે તેમના પર આભ તૂટી પડ્યું હોય. એક બાળકી સાથે રેપ થાય છે, પરંતુ તે અંગ કોઈ પ્રશ્ન નથી પૂછતું. દેશના ઇતિહાસ અને દેશની પરંપરામાં મેં આ પ્રકારની ઘટના ક્યારેય નથી જોઇ.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ગુરુવારે ગેંગરેપની પીડિતાના પરિવારને મળવા માટે હાથરસ જઇ રહ્યા હતા. તેમનો આરોપ છે કે તેમને પહોંચતા પહેલાં જ પોલીસ વહીવટીતંત્ર દ્વારા રોકવામાં આવ્યા. રાહુલે જણાવ્યું કે પોલીસે મને ધક્કો માર્યો, મારા પર લાઠીચાર્જ થયો અને મને જમીન પર પાડી દેવામાં આવ્યો. શું સામાન્ય વ્યક્તિ રસ્તા પર ચાલી નથી શકતી. નોંધનીય છે કે તેમની અટકાયત થઇ હતી.