Gujarat Exclusive > દેશ-વિદેશ > રાહુલ ગાંધી બોલ્યા- અમને મારી નાંખો, દફનાવી દો તો પણ ખેડૂતોની વાત કરતા રહીશું

રાહુલ ગાંધી બોલ્યા- અમને મારી નાંખો, દફનાવી દો તો પણ ખેડૂતોની વાત કરતા રહીશું

0
67

લખીમપુર ખીરીમાં ખેડૂતો પર ગાડી ચડાવવા અને પછી મૃતક ખેડૂતોના પરિવાર સાથે વિપક્ષી નેતાઓને મળવાથી રોકવાને લઈને કોંગ્રેસે બીજેપી અને ઉત્તર પ્રદેશ સરકાર પર હુમલો કર્યો છે. આ ઘટના પછી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ આજે પ્રેસ કોન્ફ્રન્સ કરતા કહ્યું કે- ખેડૂતોને જીત નીચે કચડવામાં આવી રહ્યાં છે. તેમની હત્યા કરવામાં આવી રહી છે, બીજેપીના મંત્રીના પુત્ર પર કોઈ જ એક્શન લેવામાં આવી રહી નથી.

આખા દેશના ખેડૂતો પર આક્રમણ થઇ રહ્યું છે પરંતુ જેને ખેડૂતો સાથે અન્યાય કર્યો છે તેમના ઉપર એક્શન લેવામાં આવી રહ્યો નથી. કાલે પીએમ લખનઉમાં હતા પરંતુ લખીમપુર જઈ શક્યા નહીં. આજે દેશમાં સિસ્ટમ વિરૂદ્ધ જે કંઈ પણ બોલે છે તેને ચૂપ કરાવી દેવામાં આવે છે. અમે ત્રણ લોકો લખનઉ જઈશુ અને લખીમપુર ખીરી જવાની કોશિશ કરીશું. ચાર લોકો પર પ્રતિબંધ છે તો અમે ત્રણ લોકો જઈશું.

રાહુલ ગાંધીએ કહ્યું કે- નેતાઓ ઉત્તર પ્રદેશ જઈ શકતા નથી, દેશમાં ડિક્ટેટરશિપ ચાલી રહી છે કેમ કે દેશમાં ચોરી થઈ રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યાં છે. સામાન્ય જનતા હેરાન છે પરંતુ સરકારને કંઈ જ પડી નથી. પત્રકારોના એક પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું- અમને મારી નાંખો, દફનાવી દો, અમારા સાથે ખરાબ વર્તન કરો, તેનાથી કોઈ જ ફરક પડતો નથી. અમારી ટ્રેનિંગ જ એવી છે. મુદ્દો ખેડૂતોનો છે, તેની વાત કરતા રહીશું.

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સોમવારે સવારથી પોલીસ કસ્ટડીમાં છે, સીતાપુરમાં એક ગેસ્ટ હાઉસમાં એરેસ્ટ કરીને રાખવામાં આવ્યા છે. પ્રિયંકા પીડિત પરિવારને મળવા માટે લખીમપુર ખીરી જવાની કોશિશ કરી રહ્યાં હતા, ત્યારે તેમને પોલીસે સીતાપુરમાં કસ્ટડીમાં લઈ લીધા હતા. તેમના વિરૂદ્ધ વિભિન્ન કલમો લગાવીને કેસ દાખલ કરવામાં આવ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat