રાહુલ ગાંધીએ લોકસભાનું સભ્યપદ ગુમાવ્યા બાદ સરકારી બંગલો ખાલી કરવાની નોટિસનો જવાબ આપ્યો છે.
Advertisement
Advertisement
લોકસભા સચિવાલયના નાયબ સચિવને લખેલા પત્રમાં રાહુલ ગાંધીએ નિર્ધારિત સમયમાં બંગલો ખાલી કરવાની વાત કરી છે.
રાહુલ ગાંધીએ આ પત્રમાં લખ્યું છે કે, “છેલ્લી ચાર ટર્મમાં લોકસભાના ચૂંટાયેલા સભ્ય તરીકે, જનતાના જનાદેશને કારણે અહીં રહીને મને સુખદ યાદો મળી છે. મારા અધિકારોની હિમાયત કર્યા વિના હું તમારા પત્રમાં આપેલી વિગતોનું પાલન કરીશ.
“As an elected Member of Lok Sabha over last 4 terms, it is the mandate of the people to which I owe the happy memories of my time spent here. Without prejudice to my rights, I will, of course, abide by the details contained in your letter,” Rahul Gandhi writes to Deputy… https://t.co/c3LzehDt9u pic.twitter.com/k5VW47TZB1
— ANI (@ANI) March 28, 2023
સોમવારે જ રાહુલ ગાંધીને લોકસભા સચિવાલય તરફથી બંગલો ખાલી કરવાની નોટિસ મળી હતી.
થોડા દિવસો પહેલા સુરતની કોર્ટે મોદી સરનેમ કેસ સંબંધિત ફોજદારી માનહાનિ કેસમાં ચુકાદો આપ્યો હતો.
આ નિર્ણયના એક દિવસ બાદ રાહુલ ગાંધીનું લોકસભામાંથી સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું હતું.
રાહુલ ગાંધીની સદસ્યતા રદ થયા બાદથી કોંગ્રેસ સંસદથી રોડ સુધી વિરોધ પ્રદર્શન કરી રહી છે.
Lok Sabha Secretariat gives notice to Congress leader Rahul Gandhi to vacate government bungalow.
The allotment of the govt bungalow will be cancelled with effect from 23.04.2023. pic.twitter.com/eymsQlPC0n
— ANI (@ANI) March 27, 2023
કોંગ્રેસ મહાસચિવ નગ્માએ રાહુલ ગાંધીના પત્રને ટ્વીટ કરીને લખ્યું કે, “ભાજપ અને તેના મંત્રીઓએ રાહુલ ગાંધી વિશે જુઠ્ઠાણું ફેલાવવાનું બંધ કરવું જોઈએ. રાહુલ ગાંધી હંમેશા સાચા રસ્તે ચાલે છે અને બદલાની રાજનીતિ કરતા નથી.
Advertisement