Gujarat Exclusive > દેશ-વિદેશ > હિંસા કોઇ સમાધાન નથી, નુકસાન આપણા દેશનું જ થશે – રાહુલ ગાંધી

હિંસા કોઇ સમાધાન નથી, નુકસાન આપણા દેશનું જ થશે – રાહુલ ગાંધી

0
153

નવી દિલ્હી: દિલ્હીના અલગ અલગ વિસ્તારમાં ખેડૂતોનું પ્રદર્શન જોવા મળ્યુ હતું. ખેડૂતો ટ્રેક્ટર રેલી દરમિયાન લાલ કિલ્લા સુધી પહોચી ગયા હતા. ખેડૂતોના પ્રદર્શન વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ હિંસાની ટિકા કરી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી લખ્યુ છે કે હિંસા કોઇ સમસ્યાનું સમાધાન નથી.Rahul Gandhi

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તરફથી ટ્વીટ કરી લખવામાં આવ્યુ કે, “હિંસા કોઇ સમસ્યાનું સમાધાન નથી. ઇજા કોઇને પણ લાગે, નુકસાન આપણા દેશનું જ થશે. દેશહિતમાટે કૃષિ-વિરોધી કાયદા પરત લો!”

દિલ્હીના ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પણ ટ્વીટ કરી અપીલ કરી હતી કે હિંસાને રોકી દો, હિંસાથી કોઇ હલ નહી નીકલે.Rahul Gandhi

આ પણ વાંચો: રાજકીય પાર્ટીના લોકો આંદોલનને અશાંત કરી રહ્યાં છે: રાકેશ ટિકૈત Rahul Gandhi

મહત્વપૂર્ણ છે કે પ્રજાસત્તાક દિવસના પ્રસંગે ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢવાની વાત કહી હતી પરંતુ મંગળવાર સવારથી જ દિલ્હીની અલગ અલગ સરહદો પર પ્રદર્શન જોવા મળ્યુ હતું. ખેડૂતોએ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાને પરત લેવાની માંગ સાથે દિલ્હીમાં પ્રદર્શન કર્યુ હતું.

નોઇડા-દિલ્હી બોર્ડર પર ખેડૂતોના ધરણા પૂર્ણ થઇ ગયા છે. દિલ્હીથી નોઇડા આવતા રસ્તા ખાલી કરવામાં આવ્યા છે. ખેડૂતોની ટ્રેક્ટર પરેડને જોતા કનોટ પ્લેસને બંધ કરી દેવામાં આવ્યો છે.Rahul Gandhi

દિલ્હીમાં ખેડૂત પ્રજાસત્તાક દિવસના પ્રસંગે ટ્રેક્ટર રેલી કાઢી રહ્યા છે. આ દરમિયાન કેટલીક જગ્યાએ હિંસા પણ થઇ હતી. દિલ્હીની સરહદો પર છેલ્લા 2 મહિનાથી ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારી ખેડૂતો ટ્રેક્ટર લઇને લાલ કિલ્લા સુધી પહોચી ગયા હતા. આઇટીઆઇ પાસે પહોચેલા ખેડૂતોને નિયંત્રિત કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ટિયર ગેસના ગોળા પણ છોડ્યા હતા. સિંધુ બોર્ડરથી જે ટ્રેક્ટર રેલીમાં ખેડૂતોની જે ટુકડી ચાલી હતી તે રિંગરોડ તરફ વધી હતી. દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ નીકળી હતી. ટ્રેક્ટર રેલી દરમિયાન આઇટીઓ સહિત દિલ્હીમાં કેટલીક જગ્યાએ ખેડૂત પ્રદર્શનકારી અને પોલીસના જવાનો વચ્ચે ઘર્ષણ થયુ હતું. કેટલીક ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી જ્યારે કેટલીક જગ્યાએ પોલીસ કર્મીને માર મારવામાં આવ્યો હોવાની પણ ઘટના બની હતી. નોઇડા અને ગાજિયાબાદમાં પણ ખેડૂતો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9