Gujarat Exclusive > રાજનીતિ > PMની સર્વદલીય બેઠક પહેલા રાહુલ ગાંધીનો પ્રશ્ન- ‘મફત કોરોના વૅક્સીન ક્યાં સુધી મળશે?’

PMની સર્વદલીય બેઠક પહેલા રાહુલ ગાંધીનો પ્રશ્ન- ‘મફત કોરોના વૅક્સીન ક્યાં સુધી મળશે?’

0
111
  • કોરોના પર ચર્ચા માટે વડાપ્રધાન મોદીએ બોલાવી છે સર્વદલીય બેઠક
  • સર્વદલીય બેઠકમાં કોરોના વૅક્સીનના વિકાસ અને વિતરણને લઈને થશે ચર્ચા

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કોરોના મહામારીથી (Corona Pandemic) પેદા થયેલી સ્થિતિ પર ચર્ચા કરવા માટે આજે સર્વદલીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) સંસદના બન્ને ગૃહોના વિવિધ નેતાઓ સાથે વાતચીત કરશે. સંસદના બન્ને ગૃહોમાં વિવિધ પાર્ટીઓના નેતાઓને ઓનલાઈન બેઠક માટે આમંત્રણ આપ્યું છે.

ખુદ વડાપ્રધાન મોદી (PM Modi) આ બેઠકની આગેવાની કરશે. જ્યારે આ બેઠક પહેલા કોંગ્રેસ નેતા અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ટ્વીટ કરીને પ્રશ્ન પૂછ્યો છે.

રાહુલ ગાંધીએ કોરોના વૅક્સીન (Corona Vaccine) મુદ્દે સરકાર પ્રત્યે આશા વ્યક્ત કરી છે કે, આ બેઠકમાં કહેવામાં આવશે કે ક્યાં સુધી લોકોને ફ્રી વૅક્સીન મળશે. રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પોતાના ટ્વીટમાં કહ્યું છે કે,

અમને આશા છે કે, આજની સર્વદલીય બેઠકમાં વડાપ્રધાન (PM Modi) સ્પષ્ટ કરશે કે, દરેક ભારતીયોને ક્યાં સુધીમાં કોરોના વૅક્સીન (Corona Vaccine) આપવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાત: ગ્રેડ પે સહિત પડતર પ્રશ્નોને લઈને 8 ડિસેમ્બરથી શિક્ષકો કરશે આંદોલન

જણાવી દઈએ કે, કોરોના મહામારી શરૂ થયા બાદ બીજી વખત સરકાર કોરોના વાઈરસથી ઉભી થયેલી સ્થિતિ પર ચર્ચા કરવા માટે સર્વદલીય બેઠક બોલાવી છે. વાઈરસના સંક્રમણને ફેલાતુ રોકવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન દરમિયાન 20 એપ્રિલે પ્રથમ વખત સર્વદલીય બેઠક બોલાવી હતી.

આજની બેઠકમાં સાંસદોને મહામારીનો (Corona Pandemic) સામનો કરવા માટે ઉઠાવવામાં આવેલા વિવિધ પગલા વિશે જણાવવાની સંભાવના છે. વૅક્સીનના (Corona Vaccine) ડેવલોપમેન્ટ અને સપ્લાયના વિષય પર પણ ચર્ચા થઈ શકે છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9