નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કૃષિ કાયદાના મુદ્દા પર મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ પહેલા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ કેટલાક સવાલ કર્યા હતા. જ્યારે રાહુલ ગાંધી પાસે તેની પર જવાબ માંગવામાં આવ્યો તો તેમણે કહ્યુ કે તે કોણ છે, શું તે મારા પ્રોફેસર છે જે હું તેમણે જવાબ આપું.
જેપી નડ્ડાને લઇને જ્યારે પ્રશ્ન થયો તો રાહુલ ગાંધીએ કહ્યુ, “શું તે મારા પ્રોફેસર છે, તે કોણ છે જે હું તેમણે જવાબ આપતો ફરી. હું દેશના ખેડૂતો, દેશની જનતાને જવાબ આપીશ. પોતાનો અવાજ ઉઠાવતો રહીશ પછી કેટલો પણ વિરોધ કેમ ના થાય.”
રાહુલ ગાંધી તરફથી ભાજપ પર નિશાન સાધવામાં આવ્યુ કે જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે ખેડૂતોનું લાખો-કરોડો રૂપિયાનું દેવુ માફ કરવામાં આવ્યુ. ભટ્ટા પરસૌલનો મુદ્દો પણ ત્યારે ઉઠાવવામાં આવ્યો હતો જ્યારે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી.
કોંગ્રેસ નેતાએ કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતો સાથે વાત કરવા નથી માંગતા, આ તેમનો અંદાજ નથી. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યુ કે કોંગ્રેસ પાર્ટી પુરી રીતે ખેડૂતોના આંદોલનનું સમર્થન કરે છે અને કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગે છે કે ત્રણેય કૃષિ કાયદાને તુરંત પરત લેવામાં આવે.
આ પણ વાંચો: ત્રણ કૃષિ કાયદા ખેતીને બરબાદ કરી દેશે, મોદી-BJPથી નથી ડરતો: રાહુલ ગાંધી
જેપી નડ્ડાએ શું કહ્યુ હતું?
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટર દ્વારા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યુ હતું. સાથે જ ડઝન સવાલ પૂછ્યા હતા. નડ્ડાએ પ્રહાર કરતા કહ્યુ કે રાહુલ ગાંધી, કોંગ્રેસ ચીનના મુદ્દા પર જૂઠ બોલવાનું ક્યારે બંધ કરશે.
ભાજપ અધ્યક્ષે લખ્યુ હતું કે કોંગ્રેસ ખેડૂતોને ઉકસાવવા અને બહેકાવવાનું કામ ક્યારે બંધ કરશે? યુપીએ સરકાર દ્વારા સ્વામીનાથન રિપોર્ટ કેમ રોકવામાં આવી અને એમએસપીને લાગુ કેમ ના કરવામાં આવી.