Gujarat Exclusive > રાજનીતિ > કોરોનાની મફત રસી જોઈએ છીએ, તો રાજયમાં ચૂંટણી ક્યારે છે તે જાણી લો: રાહુલ ગાંધી

કોરોનાની મફત રસી જોઈએ છીએ, તો રાજયમાં ચૂંટણી ક્યારે છે તે જાણી લો: રાહુલ ગાંધી

0
79

બિહારની ચૂંટણી માટે જાહેર કરેલા વિઝન ડોક્યુમેન્ટમાં ભાજપે નિ:શુલ્ક કોરોના રસી આપવાનું વચન આપ્યું હતું. ત્યારે તમામ રાજકીય પક્ષોએ તેના પર વિવાદ ઉઠાવ્યો હતો. હવે આ વિવાદ ચૂંટણી પંચ સુધી પહોંચ્યો છે. કોંગ્રેસના ઘણા નેતાઓએ આ વચન સામે અવાજ ઉઠાવ્યો છે અને નાણામંત્રી વિરુદ્ધ કાર્યવાહી કરવા ચૂંટણી પંચને વિનંતી કરી છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં આ નિવેદનની મજાક ઉડાવી હતી અને તેને ખોટી ચૂંટણી વચન ગણાવી હતી. પૂર્વ કેન્દ્રીય પ્રધાન શશી થરૂરે ચૂંટણી પંચને ચૂંટણીના વચનનું પાલન કરવા અને નાણાં પ્રધાન સીતારમણ વિરુદ્ધ કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.

રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ બિહારને મફત કોવિડ રસી આપવાના વચન પર મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ ટિ્‌વટ કર્યું, “ભારત સરકારે કોવિડ રસી વિતરણની ઘોષણા કરી છે. રસી અને ખોટા વચનો તમને ક્યારે મળશે તે જાણવા કૃપા કરીને તમારી રાજ્યની ચૂંટણીની તારીખ તપાસો.”

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશી થરૂરે પણ ભાજપના આ વચન પર કડક ટિપ્પણી કરી હતી. સુભાષચંદ્ર બોઝના પ્રખ્યાત નારાને ધ્યાનમાં રાખી લખ્યું કે,”તમે મને મત આપો, હું તમને રસી આપીશ …” થરુરે આગળ લખ્યું, “કેવો ભય પેદા કરનાર કુટિલતા છે! શું ચૂંટણીપંચ આ બધુ જોઈ રહ્યું નથી કેમ ખામોશ છે. નિર્લજ્જ બની ગયેલી સરકારને તે ટોકશે ખરી?

આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી પ્રચાર પ્રભારી રણદીપ સુરજેવાલાએ પટણામાં મીડિયાકર્મીઓને સંબોધતા નિ:શુલ્ક રસી આપવાના વચનને બિહારના લોકોનું અપમાન ગણાવ્યું હતું. સુરજેવાલાએ કહ્યું, ‘મોદીજીએ તાજેતરમાં રાષ્ટ્રને સંબોધનમાં ભારતની જનતાને કહ્યું હતું કે, રસીકરણમાં હજી એક વર્ષ લાગશે, પરંતુ બિહારના તેમના નેતાઓ આપણને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, દરેકને ખબર છે બિહારમાં રોગચાળા દરમિયાન જે બન્યું, જેમાં એક હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. “

સુરજેવાલાએ કહ્યું,”નીતિશ બાબુ કે છોટે મોદી (સુશીલ મોદી) ક્યારેય નારાજ થયા હતા? શું આ કેન્દ્રિય મત્રી જે બિહાર આવી રહ્યા છે,તેઓને ક્યારે રાજયની તરફ જોયું છે,જો કે,મોદીજી અને નીતીશ કુમાર બન્ને ભૂતકાળમાં એકબીજા પર જુઠ્ઠુ બોલવાના આરોપ લગાયા છે.પરંતુ અમે અપેક્ષા રાખીએ છીએ કે તેઓ આ રોગચાળા દરમિયાન ગરીબ લોકોની મજાક ન ઉડાવે, અમે તેની કડક નિંદા કરીએ છીએ. “