અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. જોકે, કોંગ્રેસની હાજરી જમીની લેવલે ખુબ જ ઓછી હોવાને લઇને પણ તર્ક-વિતર્ક થઇ રહ્યાં છે. પરંતુ તે વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યાં છે કે, ભારત જોડો યાત્રા વચ્ચે પણ રાહુલ ગાંધી સમય કાઢીને ગુજરાતમાં પ્રચાર કરવા માટે આવશે.
Advertisement
Advertisement
કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી નવેમ્બર મહિનાની 10 તારીખે ગુજરાત પ્રવાસે આવશે. આ દરમિયાન મધ્ય ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે વડોદરામાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ દક્ષિણ ગુજરાતમાં પણ રોડ શો અને જાહેર સભા કરે તેવી શક્યતા છે.
હાલ રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે. તેઓ આજે શનિવારે તેલંગાણામાં આ યાત્રા કરી રહ્યા છે. જણાવી દઈએ કે, આ યાત્રા કન્યાકુમારીથી શરૂ કરવામાં આવી છે. આ યાત્રામાં કોંગ્રેસના અનેક નેતાઓએ ભાગ લઈ રહ્યા છે. જેના લઈને આજે કોંગ્રેસ નેતા કનૈયા કુમાર પણ જોડાયા છે. તે ઉપરાંત પણ અનેક હસ્તીઓ રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં જોડાઇ રહ્યાં છે.
જોકે આ વચ્ચે કેટલાક લોકો રાહુલ ગાંધીને ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી પ્રચારમાં પણ ધ્યાન આપવાની સલાહ આપે છે. પૂર્વ મુખ્યમંત્રી ફ્રાન્સિસ્કો સરડીન્હા સોમવારે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાને થોડા સમય સ્થગિત કરીને હિમાચલ પ્રદેશ અને ગુજરાતના ચૂંટણી રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
ગુજરાતમાં કોંગ્રેસ મજબૂતી સાથે આગળ વધી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. આજે એટલે 5 નવેમ્બરે 43 ઉમેદવારોની જે યાદી બહાર પાડવામાં આવી હતી, તે ખુબ જ એનાલિસિસ કરીને બહાર પાડી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ તમામ ઉમેદવારો જીતના પ્રબર દાવેદાર માનવામાં આવી રહ્યાં છે.
આ તમામ નેતાઓ ગ્રાઉન્ડ લેવલે પોતાની કામગીરીને લઈને લોકોની ખુબ જ નજીક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ઘણા સમય પછી કોંગ્રેસે ખુબ જ પ્રર્ફેક્ટ યાદી બહાર પાડી છે. તે ઉપરાંત ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ આપમાંથી કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે તો જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાય તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
આ બધી ઘટનાઓ કોંગ્રેસનો એક નવો સ્વરૂપ દર્શાવતી હોય તેવું લાગી રહ્યું છે. અગાઉ પીએમ નરેન્દ્ર મોદી પણ પોતાના કાર્યકર્તાઓને કહી ચૂક્યા છે કે, કોંગ્રેસ શાંત બેસી રહી નથી, તે ચોરી-ચૂપકે ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહી છે. આમ જોવા જઇએ તો પીએમ મોદીની વાત સાર્થક સાબિત થતી જોવા મળી રહી છે. કોંગ્રેસે ખુબ જ શાંતિપૂર્વક ચોકસાઇથી પોતાના પાંસા ગોઠવ્યા હોય તેવું દેખાઇ રહ્યું છે.
Advertisement