Gujarat Exclusive > રાજનીતિ > રાહુલ ગાંધીના હિંદુ અને હિંદુત્વના નિવેદન પર ભાજપના નેતાઓનો પલટવાર

રાહુલ ગાંધીના હિંદુ અને હિંદુત્વના નિવેદન પર ભાજપના નેતાઓનો પલટવાર

0
2

રાજસ્થાનમાં કોંગ્રેસ દ્વારા ગઈકાલે મોંઘવારી સામે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર ભાજપ પર પ્રહાર કરતા હિન્દુ અને હિન્દુત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ મામલે ભાજપના નેતાઓએ વળતો પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ઉત્તર પ્રદેશના કાયદા મંત્રી બ્રિજેશ પાઠકે કહ્યું કે વિરોધ પક્ષના નેતાઓ હિન્દુત્વથી ડરે છે. આ લોકો તેને (હિંદુ ધર્મ) એવી રીતે કહી રહ્યા છે કે તેઓ ભારતમાં નહીં પણ કોઈ વિદેશમાં રહેતા હોય. હું અને ઉત્તર પ્રદેશના લોકો આનાથી દુખી છીએ.

બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ આ નિવેદન પર કટાક્ષ કરતા કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન મૂર્ખામીભર્યું અને બાલિશ છે. આ નિવેદન દર્શાવે છે કે કોંગ્રેસનું નેતૃત્વ કેટલું અપરિપક્વ છે.

રાજસ્થાનમાં કોંગ્રેસ દ્વારા ગઈકાલે મોંઘવારી સામે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મહાત્મા ગાંધીએ તેમનું આખું જીવન સત્યની શોધમાં વિતાવ્યું હતું અને અંતે એક હિન્દુત્વવાદીએ તેમને છાતીમાં ત્રણ ગોળી મારી હતી. એક હિન્દુત્વવાદી પોતાનું આખું જીવન સત્તાની શોધમાં વિતાવે છે, તેને સત્ય સાથે કોઈ લેવાદેવા નથી, તે માત્ર સત્તા ઈચ્છે છે અને તેના માટે કંઈ પણ કરશે.

મોંઘવારી હટાઓ રેલીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે હિંદુ અને હિંદુત્વ શબ્દો એક નથી, તે બે અલગ-અલગ શબ્દો છે અને તેનો અર્થ પણ અલગ છે. હું હિંદુ છું પણ હિંદુત્વવાદી નથી. મહાત્મા ગાંધી હિન્દુ અને ગોડસે હિન્દુત્વવાદી. ગમે તે થાય હિંદુ સત્ય શોધે છે. આ દેશ હિંદુઓનો દેશ છે હિંદુત્વવાદીઓનો નહીં અને આજે આ દેશમાં મોંઘવારી, પીડા અને દુર્દશા છે તો આ કામ હિંદુત્વવાદીઓએ કર્યું છે. હિન્દુત્વવાદીઓ કોઈપણ સ્થિતિમાં સત્તા ઈચ્છે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat