Gujarat Exclusive > રાજનીતિ > Bengal Election: બંગાળમાં રાહુલ ગાંધીની એન્ટ્રી, કહ્યુ- ભાજપ બંગાળના ભાગલા પાડવા માંગે છે, મમતા રમત રમે છે

Bengal Election: બંગાળમાં રાહુલ ગાંધીની એન્ટ્રી, કહ્યુ- ભાજપ બંગાળના ભાગલા પાડવા માંગે છે, મમતા રમત રમે છે

0
71

કોલકાતા: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઉત્તરબંગાળના નક્સલબાડી વિધાનસભા વિસ્તારમાં ગોલપોખરથી બંગાળમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે અને ભાજપ અને મમતા બેનરજી પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યુ કે ભાજપ બંગાળમાં આગ લગાવી રહી છે તો મમતા રમત રમી રહી છે. રાજ્યનો કોઇ વિકાસ થયો નથી. અમે ભાજપ સાથે ક્યારેય સમજૂતિ નથી કરી, અમારી આરએસએસ સાથેની વિચારધારાની લડાઇ છે, તેમની વિચારધારાએ ગાંધીજીની હત્યા કરી છે, તે વિચારધારા વિરૂદ્ધ ઉભા રહીશું, મરી જઇશુ પરંતુ હટીશું નહી. મોદીજીએ કોંગ્રેસ મુક્ત ભારતની વાત કહી છે, તૃણમૂલ મુક્ત નહી.

રાહુલ ગાંધીએ કહ્યુ કે પ્રથમ રાજ્ય છે, જ્યા રોજગાર લેવા માટે કટ મની આપવી પડે છે. મમતાજી કહે છે કે ચૂંટણીના સમયે રમત રમાશે, કેવી રમત…અહી તો રસ્તા કોણ બનાવડાવશે? રમત-રમકડું છે તો રસ્તા પર રમશોને..અહી કોલેજ-યૂનિવર્સિટી કોણ લાવશે, રમત રમવી છે તો મેદાનમાં રમો. ડ્રામા ચાલી રહ્યો છે, એક તરફ નરેન્દ્ર મોદી કહે છે કે કોરોના આવે છે તો બોલે છે થાળી વગાડો, ઘંટી વગાડો.

ભાજપ નફરત ફેલાવે છે

રાહુલ ગાંધીએ કહ્યુ કે તમિલનાડુ અને આસામમાં જ્યારે મે લોકોને પૂછ્યુ કે તમને શું લાગે છે, તેમણે અમને જણાવ્યુ કે પ્રથમ વખત એવુ લાગી રહ્યુ છે કે અમારા ઇતિહાસ પર, ભાષા પર આક્રમણ થઇ રહ્યુ છે. જે વિચારધારા ભાજપ બંગાળમાં ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે, તે વિચારધારા આસામમાં ફેલાવી રહી છે. આ જ વિચારધારા તમિલનાડુમાં ફેલાવી રહી છે, તે નફરત ફેલાવી રહ્યા છે. અમિત શાહ અને નરેન્દ્ર મોદીને કઇ થવાનું નથી. આગ લાગશે તો અહી લાગશે, બંગાળ સળગશે. બંગાળની માતાઓ અને બહેનો રડશે, તેમણે બંગાળને વહેચી દીધઉ છે, બંગાળમાં આગ લાગશે તેને કોઇ રોકી શકશે નહી. એવી આગ લાગશે કે બંગાળમાં તેને કોઇએ જોઇ નહી હોય. હું ચૂંટણીમાં ભાષણ કરવા નથી આવ્યો, એમ જણાવવા આવ્યો છું કે બંગાળ વહેચાઇ ગયુ તો સૌથી વધુ નુકસાન બંગાળની જનતા અને ભવિષ્યને થશે.

ઉત્તર પ્રદેશમાં આગ લગાવી, આજે શું થઇ રહ્યુ છે?

રાહુલ ગાંધીએ કહ્યુ કે, ભાજપે ઉત્તર પ્રદેશમાં આગ લગાડી, તેને કારણે ચૂંટણી જીત્યા, તે બાદ શુ થયુ. આજે ત્યા શું થયુ, કોરોના આવે છે, હોસ્પિટલ લાશોથી ભરેલી છે. જ્યા પણ જુવો, લોકો કોરોનાથી મરી રહ્યા છે, મુખ્યમંત્રીને ખબર નથી. નોટબંધી કરી દીધી, લાખો લોકો બરબાદ થઇ ગયા, લાઇનમાં શું મોદી જોવા મળ્યા?, લાખોનો સૂટ પહેરે છે, લાઇનમાં તે જોવા મળ્યા નથી અને કહે છે કે બ્લેક મની વિરૂદ્ધ લડાઇ લડી રહ્યા છીએ.

આ પણ વાંચો: બંગાળમાં PMએ કહ્યું- દીદી ગુસ્સો કાઢવો હોય તો આપો મોદીને મનભરીને ગાળો

રાહુલ ગાંધીનો બંગાળમાં પ્રથમ પ્રવાસ

પશ્ચિમ બંગાળમાં આ વખતે વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીનો પ્રથમ પ્રવાસ છે, આ પહેલા તેમણે આસામ, કેરળ અને તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી માટે કેટલીક સભાઓ, રોડ શો અને જનસંપર્ક કાર્યક્રમ કર્યા હતા. મહત્વપૂર્ણ છે કે બંગાળમાં અત્યારે કોંગ્રેસની પકડ ઉત્તર દિનાજપુર, માલદા, મુર્શિદાબાદ જેવા કેટલાક જિલ્લામાં છે અને આ વિસ્તારમાં અંતિમ ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat