Gujarat Exclusive > રાજનીતિ > પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો વિરુદ્ધ રાહુલ ગાંધીએ શરૂ કર્યું કેમ્પેઈન

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો વિરુદ્ધ રાહુલ ગાંધીએ શરૂ કર્યું કેમ્પેઈન

0
183

નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારીની માર અને ઉપરથી લૉકડાઉનમાં ઉદ્યોગ-ધંધા ઠપ્પ રહેતા સામાન્ય પ્રજા પરેશાન છે. આ દરમિયાન છેલ્લા ત્રણ અઠવાડિયાથી રોજ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે કોંગ્રેસ પાર્ટી તરફથી આ મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સોમવારે સવારે એક ઝૂંબેશ આદરી છે. જેમાં પેટ્રેલ-ડીઝલની વધતી જતી કિંમતો વિરુદ્ધ અવાજ ઉઠાવવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: એક દિવસની રાહત બાદ ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, જાણો તમારા શહેરમાં આજનો રેટ્સ

રાહુલ ગાંધીએ એક વીડિયો શેર કરતા પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, ચાલો #SpeakUpAgainstFuelHike કેમ્પેઈન સાથે જોડાઈએ. વાસ્તવમાં સોમવારે સવારે કોંગ્રેસ સમગ્ર દેશભરમાં પેટ્રોલ-ડીઝલની વધતી જતીં કિંમતો વિરુદ્ધ પ્રદર્શન કરવા જઈ રહી છે.


આ સિવાય કોંગ્રેસના તમામ નેતા, મુખ્યમંત્રીઓ સહિતના હોદ્દેદારો આ મામલે સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરવાના છે. અગાઉ પણ જવાનો અને ચીનના મામલે કોંગ્રેસ પાર્ટીએ આવું જ કર્યું હતું.

રાહુલ ગાંધીએ સોમવારે જે વીડિયો ટ્વીટ કર્યો છે, તેમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના સંકટ અને ચીન સાથે તનાવ વચ્ચે સરકારે સામાન્ય નાગરિકને પોતાની હાલતમાં છોડી દીધા છે. લોકો પાસે રોજગારી નથી અને કેન્દ્ર સરકાર 21 દિવસોથી દરરોજ કિંમતો વધારી રહી છે.

જણાવી દઈએ કે, અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. સોનિયાએ અપીલ કરી હતી કે, હાલના સમયે લોકો પાસે રોજગારીનું સંકટ છે. એવામાં સરકારે ભાવ વધારો તાત્કાલીક પરત ખેંચવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે, સોમવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં અનુક્રમે 5 અને 13 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ સાથે જ દિલ્હીમાં પેટ્રોલની નવી કિંમત 80.43 જ્યારે ડીઝલનો ભાવ 80.53 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.

દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 5.48 લાખને પાર, 24 કલાકમાં વધુ 380ના મોત