Gujarat Exclusive > રાજનીતિ > ‘PM મોદી જે મેળવવા માંગે છે, તેના માટે CBI-EDનો કરે છે ઉપયોગ’

‘PM મોદી જે મેળવવા માંગે છે, તેના માટે CBI-EDનો કરે છે ઉપયોગ’

0
53

ચેન્નઈ: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના (Tamil Nadu Election) પ્રચાર માટે અભિયાન શરૂ કરી દીધુ છે. રાહુલે વડાપ્રધાન મોદી (PM Modi) પર પ્રહાર કરતાં જણાવ્યું કે, PM મોદી જે મેળવવા માંગે છે, તેના માટે તેઓ CBI અને EDનો ઉપયોગ કરે છે. તેઓ એવું વિચારે છે કે, કારણ કે તેઓ તમિલનાડુની સરકારને (Tamil Nadu Government) નિયંત્રિત કરે છે. આથી તેઓ તમિલનાડુના લોકોને પણ નિયંત્રિત કરી શકે છે.

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી (Tamil Nadu Election) આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં થવાની છે. જેના પ્રચાર અને તૈયારીઓ માટે 3 દિવસના પ્રવાસે રાહુલ ગાંધી (Rahul Gandhi) કોઈમ્બતુર પહોંચ્યા હતા. જ્યાં તેમણે ખુલ્લા વાહનમાં સવાર થઈને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

રાહુલ ગાંધીએ (Rahul Gandhi) જણાવ્યું કે, ત્રણ કૃષિ કાયદાના (Farm Laws In India) માધ્યમથી મોદી સરકાર (Modi Government) ખેડૂતો પાસેથી તેમનું બધુ છીનવવા માટે કોશિશ કરી રહી છે.

આ પણ વાંચો: ટેસ્લાના ગુજરાત આગમનની વાતથી ‘ડ્રેગન’ ડર્યું, ગ્લોબલ ટાઈમ્સમાં બળાપો ઠાલવ્યો

રાહુલ ગાંધી (Rahul Gandhi) જણાવ્યું કે, મોદી (PM Modi) કેટલાક મોટા ઉદ્યોગપતિઓના ભાગીદાર બની ગયા છે અને પ્રજા સાથે સંકળાયેલી તમામ વસ્તુઓ વેચી રહ્યાં છે. કોંગ્રેસના (Congress) પૂર્વ અધ્યક્ષે આરોપ લગાવ્યો કે, નરેન્દ્ર મોદીની ત્રણ-ચાર મોટા ઉદ્યોગપતિઓ સાથે મિલીભગત છે. આ લોકો તેમને મીડિયાની સેવા આપે છે અને તેઓ આવા લોકોને પૈસા આપે છે. મોદીજી દરેક એવી વસ્તુઓ વેચી રહ્યાં છે, જે દેશ અને તમિલનાડુના લોકોની છે.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, કોંગ્રેસ (Congress) એક એવી વિચારધારા વિરુદ્ધ લડી રહી છે, જે માત્ર એક સંસ્કૃતિ, એક ભાષા અને એ વાત પર વિશ્વાસ કરે છે કે, ભારત પર એક વિચારનું શાસન હોવું જોઈએ. રાહુલે આરોપ લગાવ્યો કે, નરેન્દ્ર મોદીને તમિલનાડુની સંસ્કૃતિ, ભાષા અને લોકો પ્રત્યે કોઈ સમ્માન નથી. કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે, મોદીજી (PM Modi) વિચારે છે કે, તમિલ લોકો, તમિલ ભાષા અને તમિલ સંસ્કૃતિ તેમના વિચારો અને તેમની સંસ્કૃતિને આધિન હોવી જોઈએ.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9