Gujarat Exclusive > રાજનીતિ > આસામ EVM વિવાદ: રાહુલ ગાંધીએ બે શબ્દના ટ્વીટથી ચૂંટણી પંચ પર સાધ્યુ નિશાન- ‘કમિશન’

આસામ EVM વિવાદ: રાહુલ ગાંધીએ બે શબ્દના ટ્વીટથી ચૂંટણી પંચ પર સાધ્યુ નિશાન- ‘કમિશન’

0
41

ગુવાહાટી/નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ અને આસામ સહિત 5 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનસભા ચૂંટણી થઈ રહી છે, પરંતુ આ દરમિયાન ચૂંટણી પંચ પર વિપક્ષી પાર્ટીઓ સતત સવાલ ઉઠાવી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) એક વખત ફરીથી ચૂંટણી પંચ પર નિશાન સાધતા માત્ર બે શબ્દોનો જ ઉપયોગ કર્યો છે. Assam EVM Row

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ટ્વીટ કરીને કહ્યું કે, ઈલેક્શન ‘કમીશન’. અગાઉ એક દિવસ પહેલા પણ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર નિશાન સાધતા કહ્યું હતું કે, ECના ગાડી ખરાબ, ભાજપની નિયત ખરાબ, લોકતંત્રની હાલત ખરાબ.

આ પણ વાંચો: આસામ ચૂંટણી: ભાજપ ઉમેદવારની કારમાંથી મળ્યું EVM મશીન, વીડિયો વાઈરલ Assam EVM Row

અગાઉ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આસામમાં ભાજપ ઉમેદવારની કારમાંથી EVM મળવા મામલે ચૂંટણી પંચ પર નિશાન સાધતા કહ્યું હતું કે, ચૂંટણી પંચ સમક્ષ અમે ભાજપ નેતાની કારમાંથી EVM મળવા મામલે કાર્યવાહીની રાહ જોઈ રહ્યાં હતા કે ચૂંટણી પંચના વધુ એક પગલાથી એવું લાગે છે કે, તેમણે પોતાની રુલ્સ બૂકમાંથી નિષ્પક્ષતાનું પેજ ફાડીને ફેંકી દીધુ છે.

પહેલા પ્રિયંકા ગાંધીએ કારનો વીડિયો ટ્વીટ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, જે કારથી EVM મળ્યા તે પથ્થરકાંડી વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કૃષ્ણેંદુ પાલની છે. ખાસ વાત એ રહી કે, કાર સાથે ચૂંટણી પંચનો કોઈ અધિકારી નહતો કે કારની અંદર કોઈ સુરક્ષા હતી. આ મામલે ચૂંટણી પંચે 4 અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા અને FIR દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.
 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat