Gujarat Exclusive > રાજનીતિ > રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકારને પ્રશ્ન, ચીની સૈનિકો ભારતમાં ઘુસ્યા કે નહી સ્પષ્ટ કરે સરકાર

રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકારને પ્રશ્ન, ચીની સૈનિકો ભારતમાં ઘુસ્યા કે નહી સ્પષ્ટ કરે સરકાર

0
235

ભારત-ચીન વિવાદને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એક વાર ફરી ટ્વીટ કરી છે. રાહુલે એક મીડિયનો અહેવાલ શેર કરતા લખ્યુ કે, શુ ભારત સરકાર આ વાતની પુષ્ટિ કરી શકે છે કે, કોઈ પણ ચીની સૈનિકે ભારતમાં ઘુસણખોરી નથી કરી?

રાહુલે જે અહેવાલ રજૂ કર્યુ છે, તેમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના હવાલાથી જણાવવામાં આવ્યુ છે કે, ભારત અને ચીનના વરિષ્ઠ સેન્ય અધિકારીઓ વચ્ચે 6 જૂનના રોજ બેઠક યોજવવાની છે.

અહેવાલમાં મંગળવારે એક ટીવી ચેનલ સાથે રાજનાથ સિંહના ઇન્ટરવ્યૂનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં તેમણે ચીની સેન્યની સંખ્યા વિશે જણાવ્યુ હતુ.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સીએનએન-ન્યૂઝ 18ને જણાવ્યુ કે, પૂર્વ લદ્દાખમાં ચીની સૈનિક ‘મોટી સંખ્યામાં ’ આવી ગયા છે અને ભારતે પણ સ્થિતિનો સામનો કરવા માટે આવશ્યક પગલા લીધા છે.

પૂર્વ લદ્દાખમાં સંવેદનશીલ વિસ્તારોમાં વર્તમાન સ્થિતિ વિશે પ્રશ્ન કરવા પર તેમણે જણાવ્યુ કે, ચીની ત્યાં સુધી આવી ગયા છે, જેને તેઓ પોતાનું વિસ્તાર હોવાનો દાવો કરે છે, જ્યારે ભારતનું માનવુ છે કે, આ વિસ્તાર તેનો છે.

પીટીઆઈ મુજબ, સંરક્ષણ મંત્રીની ટિપ્પણીઓને વિવાદિત વિસ્તારમાં ચીનના સૈનિકોની મોટી સંખ્યામાં હાજરીને આધિકારી પુષ્ટિ તરીકે જોવામાં આવી રહ્યુ છે. આ વિસ્તાર વિશે ભારતનું કહેવુ છે કે, આ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ભારત તરફ છે.

પૂર્વ લદ્દાખમાં સ્થિતિ ત્યારે બગડી જ્યારે 5 મેની સાંજે ચીન અને ભારતના સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થયુ જે આગલા દિવસે પણ ચાલુ રહ્યુ, જે પછી બંને પક્ષ જુદા થયા. જો કે, અત્યારે પણ વિવાદ ચાલુ છે.

આ જ પ્રકારની ઘટના ઉત્તર સિક્કિમના નાકૂ લા દર્રે પાસે 9 મેના રોજ પણ થઈ જેમાં ભારત અને ચીનના સૈનિક વચ્ચે ઘર્ષણ થયુ. બંને દેશોના સૈનિકો વચ્ચે 2017માં ડોકલામમાં 73 દિવસ સુધી ઘર્ષણ ચાલુ હતુ. ભારત અને ચીન વચ્ચે 3488 કિલોમિટર લાંબી એલએસી પર વિવાદ છે.

કોરોના વાઈરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

મધ્ય પ્રદેશ પેટાચૂંટણી માટે કોંગ્રેસ પ્રશાંત કિશોરની લેશે મદદ