Gujarat Exclusive > રાજનીતિ > પુલવામા હુમલાની પ્રથમ વરસી પર રાહુલ ગાંધીએ ટ્વીટર પર પૂછ્યા 3 પ્રશ્નો

પુલવામા હુમલાની પ્રથમ વરસી પર રાહુલ ગાંધીએ ટ્વીટર પર પૂછ્યા 3 પ્રશ્નો

0
468

નવી દિલ્હી: આજથી ઠીક એક વર્ષ પહેલા 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPF જવાનોના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા. પુલવામા હુમલાની પ્રથમ વરસી પર દેશ શૉક મનાવી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતા ત્રણ સવાલો પૂછ્યા છે. આ પ્રશ્નો રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટ દ્વારા પૂછ્યા છે. રાહુલે પૂછ્યું છે કે, આ હુમલાથી સૌથી વધુ ફાયદો કોને થયો?

રાહુલના આ પ્રશ્ન પર ભાજપ નેતા કપિલ મિશ્રાએ પલટવાર કર્યો છે. કપિલ મિશ્રાએ જણાવ્યું કે, જો દેશ પૂછશે કે, ઈન્દિરા-રાજીવની હત્યાથી કોને ફાયદો થયો, તો શું બોલશો?

શું છે રાહુલના પ્રશ્ન?
રાહુલ ગાંધીએ લખ્યું છે કે, આજે જ્યારે આપણે પુલવામાના 40 શહીદોને યાદ કરી રહ્યાં છીએ, તો આપણે પૂછવું જોઈએ કે

(1) પુલવામા આતંકવાદી હુમલાથી કોને સૌથી વધુ ફાયદો થયો?
(2) પુલવામા આતંકવાદી હુમલાની તપાસમાં શું સામે આવ્યું?
(3) સુરક્ષામાં ચૂક માટે મોદી સરકારમાં કોની જવાબદારી નક્કી કરાઈ?

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે કે, ગત વર્ષે ભયાનક પુલવામા હુમલામાં પોતાના પ્રાણની આહુતિ આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તે તમામ અસાધારણ હતા. જેમણે આપણા દેશની સેવા અને રક્ષા માટે પોતાનું જીવન ખપાવી દીધું. ભારત તેમની શહીદીને ક્યારેય નહીં ભૂલે.


જણાવી દઈએ કે, પુલવામા આતંકવાદી હુમલા બાદ અનેક પ્રકારના સવાલ ઉભા થયા હતા. કારણ કે જમ્મુ-કાશ્મીરમાં જ્યારે સેનાનો આટલો મોટો કાફલો જઈ રહ્યો હતો, ત્યારં ત્યાં એક પણ સામાન્ય ગાડી કેવી રીતે રસ્તા પર આવી ગઈ? તેમાં આટલો RDX ભરેલો હતો કે, CRPFની આખી ગાડીને જ ઉડાવી દીધી.

જે સમયે પુલવામા આતંકવાદી હુમલો થયો હતો. તે બાદ ભારતીય સેનાએ બદલો પણ લીધો હતો અને પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓ પર બોમ્બ વરસાવ્યા હતા. જેમાં અનેક આતંકવાદીઓ માર્યા ગયા હતા. જો કે બાદમાં જ્યારે લોકસભા ચૂંટણી આવી તો, વિપક્ષે ભાજપ અને વડાપ્રધાન મોદી પર ચૂંટણી પ્રચારમાં સેનાના સાહસનો દૂરૂપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.

હાર્દિક પટેલ છેલ્લા 20 દિવસથી ગુમ, પત્ની કિંજલના ગુજરાત સરકાર પર આરોપ