Gujarat Exclusive > દેશ-વિદેશ > BREAKING: યુપીમાં હાથરસ કેસઃ રાહુલને પોલીસે ધક્કો મારી પટક્યા પછી કરી ધરપકડ

BREAKING: યુપીમાં હાથરસ કેસઃ રાહુલને પોલીસે ધક્કો મારી પટક્યા પછી કરી ધરપકડ

0
185

હાથરસઃ યુપીના હાથરસનો ગેંગરેપ મામલો ગરમાવા લાગ્યો છે. બુધવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે પોલીસે ગેરવર્તણૂક કરી હતી. પોલીસે તેમને ધક્કો માર્યો હતા. જેથી તેઓ જમીન પર પડી ગયા હતા. ત્યારે બાદ રાહુલ ગાંધી ધરપકડ કરી લેવાઇ હતી.
રાહુલ તેમના કાર્યકરો સાથે પગપાળા પીડિતાના પરિવારને મળવા હાથરસ જઇ રહ્યા હતા, ત્યારે એક પોલીસનો કર્મી તેમના પર હાથ નાંખી ધક્કો મારી દે છે. જે ટ્વીટર પર શેર થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે.

આ પ્રસંગે કોંગ્રેસના સમરર્થકો ઉશ્કેરાઇ ગયા હતી. પરંતુ રાહુલ ગાંધીએ તેમને શાંત કર્યા હતા અને પોલીસ સાથે ચર્ચા કરી હતી. રાહુલે પોલીસને પુછ્યું હતું હતું કે કઇ કલમ હેઠળ તેમને અટકાવવામાં આવે છે. જો કે પોલીસ પછી તેમની ધરપકડ કરી લીધી હતી.