નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં ‘ભારત જોડો’ યાત્રાને લઇને નવો વિવાદ સામે આવ્યો છે. આ વખતે આ વિવાદ રાષ્ટ્રગીત સાથે જોડાયેલો છે. રાહુલ ગાંધીની રાષ્ટ્રગીતની અપીલ કરવા પર સ્ટેજ પર અલગ જ સંગીત વાગવા લાગ્યુ હતુ, જેને લઇને ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યુ છે. ભારત જોડો યાત્રા મહારાષ્ટ્ર પહોચી છે.
Advertisement
Advertisement
શું છે ઘટના?
મહારાષ્ટ્ર ભાજપના નેતા નીતેશ રાણેએ વીડિયો શેર કર્યો છે, તેમણે લખ્યુ, પપ્પૂનું કૉમેડી સર્કસ. તમિલનાડુ ભાજપના નેતા અમર પ્રસાદે પણ ટ્વિટર પોસ્ટ દ્વારા કોંગ્રેસ નેતાને સવાલ કર્યો છે, રાહુલ ગાંધી, આ શું છે? શેર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળે છે કે રાહુલ ગાંધી સ્ટેજ પરથી રાષ્ટ્રગીત વગાડવાની અપીલ કરે છે.
Sh. @RahulGandhi, what is this?pic.twitter.com/LAabKCOzqP
— Amar Prasad Reddy (@amarprasadreddy) November 16, 2022
આ વચ્ચે સ્ટેજ પર એક ધુન શરૂ થઇ જાય છે. થોડી વાર સાંભળ્યા બાદ નેતાઓ ચોકી જાય છે અને રાહુલ ગાંધી ફરી રાષ્ટ્રગીત ચલાવવાની વાત કરે છે. સ્ટેજ પર શરૂ થયેલી ધુન નેપાળી રાષ્ટ્રગાન છે. સ્ટેજ પર વાયનાડ સાંસદ સાથે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલે અને સીનિયર નેતા કેસી વેણુગોપાલ પણ જોવા મળે છે.
ભારત જોડો યાત્રા ક્યા પહોચી
7 સપ્ટેમ્બરથી શરૂ થયેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રાને 70 દિવસનો સમય વિતી ગયો છે. કાર્યક્રમની ઓફિશિયલ વેબસાઇટ અનુસાર, આ દરમિયાન પદયાત્રીઓએ 6 રાજ્યના 30 જિલ્લા કવર કરી લીધા છે. યાત્રા મહારાષ્ટ્રના અકોલામાં છે. યાત્રાની રાજ્યમાં એન્ટ્રી 7 નવેમ્બરે નાંદેડ દ્વારા થઇ હતી.
Advertisement