Gujarat Exclusive > દેશ-વિદેશ > જ્યારે વિદેશ નીતિને લઈને રાહુલ ગાંધી અને જયશંકર વચ્ચે થઈ રસપ્રદ ચર્ચા

જ્યારે વિદેશ નીતિને લઈને રાહુલ ગાંધી અને જયશંકર વચ્ચે થઈ રસપ્રદ ચર્ચા

0
90

નવી દિલ્હી: દેશની વિદેશ નીતિને લઈને શનિવારે વિદેશ મંત્રી એસ જયશંકર અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી વચ્ચે ખુબ જ લાંબી ચર્ચા થઈ. રાહુલે ચીનના મુદ્દા પર જયશંકરને અનેક પ્રશ્ન-જવાબ કર્યા. બંને નેતા શનિવારે વિદેશ મુદ્દાઓ પર સંસદીય સલાહકાર સમિતિની બેઠકમાં એક સાથે એક મંચ પર હતા. આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર અને શિવસેના તરફથી પ્રિયંકા ચતુર્વેદી પણ હાજર હતા.

અંગ્રેજી સમાચાર હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતની વિદેશ નીતિને લઈને લગભગ એક કલાક પ્રજેન્ટેશન આપ્યું. તે પછી ત્યાં હાજર નેતાઓના પ્રશ્નોના જવાબો આપ્યા હતા. આ દરમિયાન રાહુલે જયશંકરને કહ્યું કે, તેમને ચીન સાથે ટક્કર લેવા માટે જે વાતોનો ઉલ્લેખ કર્યો તે કોઈ લોન્ડ્રી લિસ્ટ જેવી છે, તે કોઈ નક્કર રણનીતિ જેવી લાગતી નથી. રાહુલની આ ટિપ્પણી પછી જયશંકરે કહ્યું કે, કોઈપણ બહુધ્રૂવીય વિશ્વ અથવા બહુધ્રૂવીય મહાદેશને પહોંચીવળવા માટે સાધારણ રણનીતિ અપનાવી શકાય નહીં.

રાહુલનો તર્ક અને જયશંકરના જવાબ

રાહુલે જયશંકરને પૂછ્યું, શું તમારા મગમાં કોઈ સ્પષ્ટ રણનીતિ છે, જેને તમે ત્રણ શબ્દોમાં કહી શકો. ચીનની રણનીતિ સમુદ્રથી જમીન સુધી જવાની છે, તે જૂના સિલ્ક રૂટને યૂરોપથી જોડવા ઈચ્છે છે અને ભારતને હાંસિયા પર ધકેલીને સીપીઈસી દ્વારા ખાડી સુધી પહોંચવા ઈચ્છે છે. ભારત આનો મુકાબલો કરવા માટે શું કરશે? તેના જવાબમાં જયશંકરે કહ્યું કે, ભારત, જાપાન અને રશિયાને નજર અંદાજ કરી શકે નહીં. તેમની શક્તિ પણ સતત વધી રહી છે. આપણે મલ્ટીપોલર દુનિયા વિશે વિચારવું જોઈએ.

રાહુલ Vs જયશંકર

આ ચર્ચામાં રાહુલે કહ્યું કે, યૂપીએ સરકાર દરમિયાન અમારી વિદેશ નીતિ વધારે સારી હતી. તેના જવાબમાં જયશંકરે કહ્યું કે, પડોશીઓ સાથે સંબંધોમાં પાછલા છ વર્ષોમાં નાયકીય રૂપથી સુધાર થયો છે. ઉદાહરણ માટે તેમને કહ્યું કે, ખાડી દેશો સાથે સંબંધ, યૂપીએના વર્ષોમાં ભારતીય સમુદાય અને ઉર્જા સંબંધિત લેવડ-દેવડ સુધી સીમિત હતા, પરંતુ મોદી સરકાર હેઠળ સંબંધોને લઈને એક અલગ તસવીર બની છે.

થરૂરે બેઠકને ગણાવી મહત્વપૂર્ણ

પાછળથી બેઠકનો એક ફોટો શશિ થરૂરે ટ્વિટર પર શેર કર્યું. તેમને લખ્યું કે, વિદેશ મામલો પર સંસદીય સલાહકાર સમિતિની સાઢા ત્રણ કલાકની બેઠક 11:30 વાગે શરૂ થઈ અને હાલમાં ખત્મ થઈ. વિદેશ મંત્રી ડો. એસ જયશંકર અને ડઝન એક સાંસદો વચ્ચે એક વિસ્તૃત, ઉત્સાહજનક અને સ્પષ્ટ ચર્ચા થઈ. આપણે સરકાર સાથે આવી રીતની વધુ વાતચીતની જરૂરત છે.