Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > રાહુલ બજાજે ચેરમેન પદેથી આપ્યું રાજીનામું, હવે નીરજ બજાજના હાથમાં કંપનીની કમાન

રાહુલ બજાજે ચેરમેન પદેથી આપ્યું રાજીનામું, હવે નીરજ બજાજના હાથમાં કંપનીની કમાન

0
42

નવી દિલ્હી: છેલ્લા 50 વર્ષોથી બજાજ ઑટોની કમાન સંભાળી રહેલા રાહુલ બજાજે (Rahul Bajaj) કંપનીના ચેરમેન અને નોન એક્ઝિક્યુટિવ પદ પરથી રાજીનામું આપી દીધુ છે. તેમનું સ્થાન નીરજ બજાજ લેશે.

નીરજ બજાજ પહેલી મેથી બજાજ ઑટોનું ચેરમેન પદ સંભાળશે. નીરજ બજાજ ગ્રુપના પ્રમોટર ડિરેક્ટર પણ છે. તેમની ઉંમર 67 વર્ષની આસપાસ છે અને તેઓ 35 વર્ષથી કંપની સાથે સંકળાયેલા છે. નીરજ બજાજે અમેરિકાની હાવર્ડ બિઝનેશ સ્કૂલથી એમબીએ કર્યું છે.

બજાજ ઓટોના જણાવ્યા મુજબ, રાહુલ બજાજ (Rahul Bajaj) 1972થી જ કંપનીના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન પદ પર રહ્યાં અને ગુપ્ર સાથે છેલ્લા 50 વર્ષોથી સંકળાયેલા રહ્યાં છે. તેમણે પોતાની વયને જોતા 30 એપ્રિલ, 2021ના પોદ નોન એક્ઝિક્યુટિવ અને ચેરમેન પદ પરથી રાજીનામું આપી દીધુ છે.

બજાજ ઑટોને સફળતાના સર્વોચ્ચ શિખરો પર લઈ જવામાં રાહુલ બજાજની (Rahul Bajaj) મહત્વની ભૂમિકા રહી છે. તેમના નેતૃત્વમાં જ કંપનીએ ઑટો સેક્ટરમાં અનેક નવા ટ્રેન્ડ સેટ કર્યાં છે. ટૂ-વ્હીલરમાં સ્કૂટર બજાજનો જ પર્યાય માનવામાં આવી રહ્યું છે. જ્યારે સ્કૂટરનો ટ્રેન્ડ ઓછો થવા લાગ્યો, ત્યારે તેઓ બાઈક લઈને આવ્યા.

રાહુલ બજાજ (Rahul Bajaj) હવે કંપનીમાં કન્સલ્ટન્ટની ભૂમિકા ભજવશે. તેમના અનુભવોનો લાભ કંપનીને મળશે. કંપનીએ બોર્ડના આ નિર્ણય પર મહોર લગાવી દીધી છે અને તેને AGMમાં શેરધારકોની પણ મંજૂરી લેવામાં આવશે.

જણાવી દઈએ કે, બજાજ ગ્રુપ લગભગ 95 વર્ષ જૂનું છે અને ખુદ રાહુલ બજાજ 82 વર્ષના થઈ ચૂક્યાં છે. તેઓ બજાજ ગ્રુપના ચીફ છે. તેમની નેટવર્થ લગભગ 6.5 અબજ ડોલર એટલે કે 48 હજાર રૂપિયા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat