Gujarat Exclusive > દેશ-વિદેશ > રાહુલ બજાજે ટીકા કરી તો નાણામંત્રી બોલ્યા- “દેશનું નુકશાન થઇ શકે છે”

રાહુલ બજાજે ટીકા કરી તો નાણામંત્રી બોલ્યા- “દેશનું નુકશાન થઇ શકે છે”

0
1690

હાલ બજાજ ગ્રુપના ચેરમેન રાહુલ બજાજ ખૂબજ ચર્ચામાં છે. તેનું કારણ છે કે, મુંબઈમાં એક અવોર્ડ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સામે કરેલી તેમની ટિપ્પણી. આ કાર્યક્રમ ‘ધ ઈકોનોમિક ટાઈમ્સ’ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં અમિત શાહ સિવાય કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ અને પીયૂષ ગોયલ પણ હાજર હતા.

કાર્યક્રમમાં રાહુલ બજાજે કેન્દ્રીય મંત્રીઓ સામે જણાવ્યુ હતુ કે, તમે (સરકાર) સારુ કામ કરી રહ્યા છો, ત્યાર બાદ પણ અમે ખુલ્લી રીતે તમારી ટીકા કરી શકતા નથી, કેમ કે અમને વિશ્વાસ નથી કે તમે તેનું સ્વાગત કરશો. તે ઉપરાંત તેમને યુપીએ સરકારના વખાણ કરતા કહ્યું કે, તેમની સરકારમાં સરકાર વિરૂદ્ધ બોલવામાં જરાપણ ડર લાગતો નહતો.

રાહુલ બજાજના આ આવેદન બાદ સરકારના અનેક મંત્રીઓ અને BJP આઈટી સેલે તેમના નિવેદન વિરુદ્ધ પ્રતિક્રિયા આપી છે, ત્યાં બીજી તરફ વિપક્ષથી લઈને ઉદ્યોગપતિઓએ બજાજના નિવેદનનું સમર્થન કર્યું છે.

બજાજના સમર્થનમાં આવેલા લોકો

કોંગ્રેસ નેતા મિલિંદ દેવરાએ જણાવ્યું કે, “હું રાહુલ બજાજને હંમેશાથી કટ્ટર રાષ્ટ્રવાદી અને ઈમાનદાર વ્યક્તિ તરીકે ઓળખુ છું. કાલે તેમનું નિવેદન એવો જ હતો, જેવું મને MSME, બેન્કર અને ઉદ્યોગપતિ બતાવી રહ્યાં છે. જો વેપારમાં ટૂંક સમયમાં સુધાર ન આવ્યો તો ભવિષ્યમાં ઘણા ખરાબ પરિણામ આવી શકે છે.”

પત્રકાર તવલીન સિંહે જણાવ્યુ કે, મોદી સરકારના વરિષ્ઠ મંત્રીઓને રાહુલ બજાજ વિરુદ્ધ આક્રમક રૂપથી જવાબ આપવાની જરૂર પડી, તેનાથી સ્પષ્ટ છે કે, તેમણે (રાહુલ બજાજે) શું કહ્યુ હતું. પ્રાઈવેટ સેક્ટર ખરાબ પરિસ્થિતિ સામે ઝઝૂમી રહ્યું છે, પરંતુ મોટા ભાગના ઉદ્યોગપતિઓ તેને કહેવામાં ભય અનુભવી રહ્યા છે.

કોંગ્રેસ નેતા સલમાન સોજે આ મામલા પર નાણામંત્રી નિર્મલા સીતારણની પ્રતિક્રિયાવાળી એક ન્યૂઝ રિપોર્ટ શેર કરતા ટ્વીટ કર્યુ. તેમણે લખ્યું કે, “રાહુલ બજાજની ટિપ્પણી રાષ્ટ્રીય હિતોને નુકશાન પહોંચાડી શકે છે: નાણામંત્રી નિર્મલા સિતારમણ. માત્ર અસુરક્ષિત, અસક્ષમ અને અસહિષ્ણુ સરકાર જ આટલી નીચે પડી શકે છે જે સરકારની વિરુદ્ધની ટિપ્પણીને રાષ્ટ્રીય હિતો વિરુદ્ધ બતાવે.”

બાયકોનની ચેરપર્સન અને મેનેજિંગ ડાયરેક્ટર કિરણ મજૂમદાર શોએ જણાવ્યુ કે, “આશા છે કે, કંજપ્શન અને ગ્રોથમાં ફરીથી જીવ નાખવા માટે સરકાર દેશના કોર્પોરેટ સેક્ટર સુધી પહોંચશે. અત્યાર સુધી અમે બધા અછૂત છીએ અને સરકાર અર્થવ્યવસ્થા વિરુદ્ધની કોઈ પણ ટિપ્પણી સાંભળવા નથી માંગતી.”

રાહુલ બજાજ વિરુદ્ધ આવેલી પ્રતિક્રિયા

નાણામંત્રી નિર્મલા સીતારમણે આ મામલાનો વીડિયો શેર કરતા લખ્યુ કે, “રાહુલ બજાજે જે મુદ્દો ઉઠાવ્યો, તેના પર કેવી રીતે ધ્યાન દોરવવું, ગૃહ મંત્રી અમિત શાહે તેનો જવાબ આપ્યો. પ્રશ્નો/ટિપ્પણીને સાંભળવામાં આવે છે અને તેના પર જવાબ/ધ્યાન આપવામાં આવે છે. પોતાની વ્યક્તિગત ધારણા, જેને વધાવવાથી રાષ્ટ્રીય હિતોને નુકશાન થઈ શકે છે, તેને ફેલાવવાને બદલે તેના પર જવાબ માંગવો તે ઉત્તમ રીત છે.”

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આ મામલે લખ્યુ કે, “જુઓ ગૃહમંત્રી અમિત શાહે બજાજના એ દાવા પર પ્રતિક્રિયા આપી છે કે, લોકો પોતાની વાતોને વ્યક્ત કરવામાં ડરે છે. તેમણે જણાવ્યુ કે, તમારો પ્રશ્ન સાંભળ્યા બાદ મને સંદેહ છે કે, કોઈ પણ આ દાવા પર વિશ્વાસ કરશે કે, લોકો ભયભીત છે.”

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ બજાજના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યુ કે, “દુનિયામાં એવી સોસાયટી છે, જે ભય દ્વારા શાસિત કરવામાં આવી રહી છે. પરંતુ એક એવી સોસાયટી છે જ્યાં ઝુઠી ધારણાઓ બનાવી શકાય છે અને સરકારની છબી ખરાબ કરનારી વાતો કરી શકાય છે, તે સોસાયટીને ભય દ્વારા શાસિત સોસાયટી ન કહીં શકાય. આવી સોસાયટીને અનુસાશનહીન સોસાયટી કહી શકાય છે.”

તે ઉપરાંત તેમણે જણાવ્યુ કે, “રાહુલ બજાજ અમિત શાહ સામે ઉભા થઈને આઝાદીથી પોતાની વાતો રાખી શક્યા. તેનાથી સ્પષ્ટ થાય છે કે, ભારતમાં અભિવ્યક્તિની આઝાદી અને લોકતાંત્રિક મૂલ્ય જીવિત છે.”

પુત્રએ જણાવ્યુ- લોકો દૂરથી જ પિતાની વાતો પર તાળીઓ બજાવે છે

આ મામલા પર રાહુલ બજાજના પુત્ર રાજીવ બજાજની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે ‘ઈકોનોમિક ટાઈમ્સ’ને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, “મને ખબર નથી કે, સાર્વજનિક કાર્યક્રમમાં એવા સંવેદનશીલ મુદ્દાઓને ઉઠાવવા કેટલા યોગ્ય છે. પરંતુ તેઓ (રાહુલ બજાજ) હંમેશા આ વિશે નિડર રહ્યાં છે અને તેના કારણે જ લોકો તેમને પસંદ કરે છે.”

તેની સાથે જ તેમણે જણાવ્યુ કે, “મને યાદ છે કે, મે ક્યાંક વાંચ્યુ હતુ કે, બહાદુરને ખબર હોય છે કે આ કામ કરીશ તો નુકશાન થઈ શકે છે. ગાંડપણ પણ આ જ પ્રકારની વાત છે અને તેનાથી જીવવું મુશ્કેલ થઈ જાય છે. આ જ કારણ છે કે તેમનો સાથ કોઈ આપતો નથી લોકો ફકત તાળીઓ વગાડે છે.”

BJP સાંસદનું અટપટુ નિવેદન, સંસદમાં કહ્યુ- GDPને બાઈબલ, રામાયણ કે મહાભારત માની લેવું સત્ય નથી