Gujarat Exclusive > રાજનીતિ > સંઘ દેશને બરબાદ કરી રહ્યો છે, સરકાર નાગરિકોને લૂંટી રહી છેઃ રાહુલ ગાંધી

સંઘ દેશને બરબાદ કરી રહ્યો છે, સરકાર નાગરિકોને લૂંટી રહી છેઃ રાહુલ ગાંધી

0
49

બાવડેબાજ રાહુલ ગાંધીનો સંઘ અને મોદી સરકાર પર બેવડો પ્રહાર

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સંઘ અને સરકાર પર બેવડો પ્રહાર  (Rahul Attacks BJP RSS) કર્યો. તાજેતરમાં બાયએપ્સ દેખાડી બાવડેબાજ નેતાની છાપ ઊભી કરનારા રાહુલ આરએસએસ પર દેશને બરબાદ કરવા અને સરકાર પર દેશના નાગરિકોને મોંઘવારીથી લૂટવાનો આરોપ મૂક્યો છે.

5 રાજ્યોની ચૂંટણી તારીખો જાહેર થતાં જ રાજકારણ ગરમાયું

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓની જાહેરાત થતાંની સાથે જ રાજકીય વાતાવરણ ગરમાવવા માંડ્યું. ત્યારે આજે તમિલાનાડુ પહોંચેલા રાહુલ ગાંધીએ સંઘ પર ગંભીર આરોપ મૂક્યો. ચૂંટણી પંચે ગઇકાલે પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, પુંડુચેરી અને તમિલનાડુમાં માર્ચ-એપ્રિલમાં ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળ ભાજપે મહિલા નેતાઓનું પોસ્ટર જાહેર કરી કહ્યું- ‘બુઆ નહીં બેટી ચાહીયે..!’

સરકાર બંધારણીય સંસ્થાનો ખોટો ઉપયોગ કરી રહી છેઃ કોંગ્રેસ

રાહુલ ગાંધીએ મોદી સરકાર પર બંધારણીય સંસ્થાઓના ખોટા ઉપયોગનો આરોપ (Rahul Attacks BJP RSS) પણ લાગવતા કહ્યું કે તેના કારણે લોકોને હવે સંસદ અને ન્યાયતંત્ર પર ભરોસો રહ્યો નથી. સાથે સંસ્થાઓ વચ્ચેનું સંતુલન બગડી રહ્યું છે અને દેશ અશાંત થઇ રહ્યો છે. છેલ્લા 6 વર્ષોથી સંસ્થાઓ પર વ્યવસ્થિત રીતે હુમલા થઇ રહ્યા છે. દુઃખીની વાત છે કે લોકતંત્ર મરી ગયું છે. કારણ કે રાષ્ટ્રીય સ્વંય સંઘ (આરએસએસ) આપણા દેશને બરબાદ કરી રહ્યો છે.

તમિલાનડુના થુથુકુડીમાં એક સભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે બિનસાંપ્રદાયિક્તા આપણી સંસ્કૃતિ અને ઇતિહાસનો પાયો છે. આ દેશમાં બિનસાંપ્રદાયિક્ત પર હુમલો થઇ રહ્યો છે. આરએસએસ અને ભાજપ તેનું નેતૃત્વ કરી રહ્યા છે. આ માત્ર બંધારણ જ નહીં પણ દેશની સંસ્કૃતિ અને ઇતિહાસ પર પણ હુમલો છે. તેને અટકાવવું બહુ જરુરી છે.

રાહુલનો લોકોને સવાલઃ શું તમને નથી લાગતું સરકાર લૂટી રહી છે?

રાહુલ ગાંધીએ વધુ ટ્વીટર પર પણ મોદી સરકારને ઘેરી હતી. તેમણે જણાવ્યું (Rahul Attacks BJP RSS)કે હવે દેશમાં એવી કોઇ જગ્યા નથી બચી જ્યાં સરકારી લૂટી રહી ન હોય. રાહુલે ટ્વીટ કરી લોકોને પુછ્યું કે,

“રોજ બરોજની ચીજો ખરીદતી વખતે શું તેમને નથી લાગતું કે સરકાર તમને લૂટી રહી છે? શું કોઇ એવી જગ્યા છે જ્યાં દરરોજની જરુરિયાતનું સામાન મળી રહ્યુ હોય અને ત્યાં જઇ તમને એવું નથી લાગ્યું કે સરકાર તમને લૂટી રહી છે?”

આ પણ વાંચોઃ પ. બંગાળઃ કોંગ્રેસની સુરતવાળી થવાનાં એંધાણ, TMC-ભાજપ વચ્ચે મુખ્ય દંગલ

રાહુલ ગાંધી ટ્વીટર પર મોદી સરકાર પર હુમલા કરતા રહે છે. એજ કડીમાં તેમણે ફરી એકવાર શનિવારે કેન્દ્ર સરકાર પર નાગરિકોને લૂટવાનો આરોપ લગાવ્યો. એક દિવસ પહેલાં પણ રાહુલ ટ્વીટ કરી હતી કે,

“રોજગાર બંધ મોંઘવારી બુલંદ, સરકાર મસ્ત આંખો બંધ. તેથી #BharatBandh.”

નરેન્દ્ર મોદી સ્ટેડિમ મામલે પણ રાહુલની ટ્વીટ

અગાઉ અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમને નરેન્દ્ર મોદી નામ આપવા મામલે પણ રાહુલે મોદી સરકાર પર પ્રહાર કર્યો હતો. વાસ્તવમાં એ સ્ટેડિયમમાં બે સ્ટેન્ડના નામ અદાણી અને રિલાયન્સના નામે પણ છે. જે અંગે રાહુલ ગાંધીએ લખ્યું હતું તે સત્ય કેટલી ખૂબીથી સામે આવે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ -અદાણી અને રિલાયન્સ એન્ડ જય શાહની અધ્યક્ષતામાં.

આ પણ વાંચોઃ નુસરત અને મિમિ બાદ પાયલ સરકાર! બંગાળી સિનેમાનો વધુ એક ગ્લેમરસ ચહેરો હવે રાજકારણમાં

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat