Gujarat Exclusive > રાજનીતિ > ખેડૂત આંદોલન: સની દેઓલનો ડાયલોગ રાહુલના મોઢે- “તારીખ પે તારીખ”

ખેડૂત આંદોલન: સની દેઓલનો ડાયલોગ રાહુલના મોઢે- “તારીખ પે તારીખ”

0
104

કેન્દ્ર સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે આઠમા રાઉન્ડની વાતચીત પણ નિષ્ફળ રહી. સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે આગામી બેઠક 15 જાન્યુઆરીએ થશે.

વાતચીતથી કોઈ સમાધાન ના નિકળતા કોંગ્રેસ પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાનો સાંધતા કહ્યું કે, તારીખ પે તારીખ આપવી સરકારની રણનીતિ છે. કોંગ્રેસ નેતાએ ટ્વિટ કરીને કહ્યું કે, “નીયત સાફ નહીં હૈ જિનકી, તારીખ પે તારીખ દેના સ્ટ્રેટર્જી હૈ ઉનકી!”

વાતચીત પછી ખેડૂતોએ પોતાની માંગોને રિપિટ કરતાં કહ્યું કે, સરકાર કાયદાઓમાં સંશોધનની વાત કરી રહી છે પરંતુ અમે કાયદાને પરત લેવા સિવાય અન્ય કંઈ જ સ્વીકારવા તૈયાર નથી.

ખેડૂતોનું કહેવું છે કે, “સરકારે અમને કહ્યું કે, કોર્ટમાં ચાલો. અમે તેવું કહી રહ્યાં નથી કે, આ નવા કૃષિ કાયદાઓ ગેરકાયદેસર છે. અમે આના વિરોધમાં છીએ. આને સરકાર રદ કરે. અમે કોર્ટમાં જઈશું નહીં. અમે અમારૂ પ્રદર્શન ચાલું રાખીશું.”

વાતચીત પછી ભારતીય કિસાન યૂનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેતે પણ કહ્યું કે, તારીખ પર તારીખ ચાલી રહી છે. બેઠકમાં બધા ખેડૂત નેતાઓએ એક અવાજમાં બિલ રદ્દ કરવાની માંગ કરી. અમે ઈચ્છીએ છીએ કે, બિલ પરત લેવામાં આવે, સરકાર ઈચ્છે છે કે, સંશોધન થાય. સરકારે અમારી વાત માની નહીં તો અમે પણ સરકારની વાત માની નહીં.

વાતચીત દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, આજે ખેડૂત યૂનિયન સાથે ત્રણ કૃષિ કાયદાઓ પર ચર્ચા થતી રહી પરંતુ કોઈ જ સમાધાન નિકળ્યો નહીં. સરકાર તરફથી કહેવામાં આવ્યું કે, કાયદાઓને પરત લેવા ઉપરાંત અન્ય કોઈ વિકલ્પ આપવામાં આવે પરંતુ કોઈ વિકલ્પ મળ્યો નહીં.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9