Gujarat Exclusive > દેશ-વિદેશ > સમાજવાદનો વધુ એક ગઢ ધ્વસ્તઃ RJD નેતા રઘુવંશપ્રસાદ સિંહનું અવસાન

સમાજવાદનો વધુ એક ગઢ ધ્વસ્તઃ RJD નેતા રઘુવંશપ્રસાદ સિંહનું અવસાન

0
122
  • રઘુવંશસિંહ પ્રસાદ છેલ્લે-છેલ્લે આરજેડી છોડવાના હતા
  • લાલુને પણ ખરીખોટી સંભળાવી દેનારા એકમાત્ર નેતા
  • આજીવન સમાજવાદી રહ્યા અને સતત લોકોના હિતની ચિંતા કરતા રહ્યા

નવી દિલ્હીઃ બિહારના ટોચના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને આરજેડી(RJD)ના આગેવાન રઘુવંશપ્રસાદ સિંહ (Raghuvanshprasad singh)નું અવસાન થતાં સમાજવાદનો વધુ એક ગઢ ધ્વસ્ત થયો છે. તેમની તબિયત બગડતા તેમને તાજેતરમાં દિલ્હી એઇમ્સ (AIIMS)માં ભરતી કરવામાં આવ્યા હતા. શુક્રવારે રાત્રે તેમની તબિયત અચાનક વધારે બગડી ગઈ, તેના પછી તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા. ડોક્ટરો સતત તેમની તબિયત પર ધ્યાન રાખી રહ્યા હતા, પરંતુ તેમની તબિયત સતત બગડી રહી હતી. તેના પછી રવિવારે તેમનું અવસાન થયુ. તેઓ 74 વર્ષના હતા.

બિહારના કદાવર નેતા

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશપ્રસાદ સિંહની ઓળખ બિહારના કદાવર નેતા તરીકે થતી હતી. તેમને તાજેતરમાં તબિયત બગડતા દિલ્હીના એઇમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. દિલ્હીના એઇમ્સમાં ભરતી કરવામાં આવ્યા પછી ગુરુવારે રઘુવંશપ્રસાદ સિંહે આરજેડીના વડા લાલુપ્રસાદ યાદવ (Lalu prasad yadav)ના નામે એક પત્ર લખ્યો હતો, જેમા તેમણે આરજેડી છોડવાની જાહેરાત કરી હતી. જો કે લાલુપ્રસાદે તેમનું રાજીનામુ નકાર્યુ હતુ. તેની સાથે તેમને મનાવવાનો પ્રયત્ન કરતા લખ્યું હતું કે તેઓએ ક્યાંય જવાનું નથી.

આ પણ વાંચોઃ દિલ્હી હિંસા: પૂરક ચાર્જશીટમાં સીતારામ યેચૂરી અને યોગેન્દ્ર યાદવ સહિત અનેક મોટા નામ

આ દરમિયાન તેમણે દિલ્હી એઇમ્સમાંથી બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારને પણ એક પત્ર લખ્યો હતો. તેમા તેમના મતવિસ્તારના વિકાસના કાર્યોની વાત હતી, આમ જીવનની છેલ્લી ક્ષણ સુધી તે લોકો માટે જીવતા રહ્યા.

લાલુ સામે બોલવાની તેમનામાં જ હિંમત હતી

હાલના સમયમાં પક્ષના સુપ્રીમો સામે કોઈનો અવાજ પણ નીકળતો નથી ત્યારે મેથ્સના ડિગ્રીધારી પ્રાધ્યાપક રઘુવંશપ્રસાદ સિંહનો અંદાજ જુદો જ હતો. તેમણે લાલુપ્રસાદને પણ સંભળાવવામાં કશુ બાકી રાખ્યુ ન હતો. આજે આરજેડીમાં લાલુની સામે જો ઊભી રહી શકે તેવી વ્યક્તિ હતી તે રઘુવંશપ્રસાદ સિંહ હતા. કેટલાક તો તેમને બિહારના અટલબિહારી પણ કહે છે.

આ પણ વાંચોઃ સોનિયા ગાંધી સારવાર માટે વિદેશ જવા રવાના, મોન્સુન સત્રના પ્રથમ ચરણમાં ભાગ નહીં લે

2005માં બિહારમાં આરજેડી સત્તા પરથી જઈ રહી હતી ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે બિહારના વહીવટી અધિકારીઓને તમે કેટલા માર્ક્સ આપશો, તેના જવાબમાં તેમણે તેમની પ્રાધ્યાપકની ભાષામાં કહ્યું હતું કે હું તેમને પાસિંગ માર્ક પણ ન આપુ. જો કે પછી તેમણે કહ્યું હતું કે જો તમે આ પરાજય માટે આરજેડીની નીતિઓ અને કાયદો અને વ્યવસ્થાને આગળ ધરીને સવાલ પૂછ્યો હોત તો પણ મારો જવાબ બદલાયો ન હોત.

મનરેગાની ક્રેડિટ ન લીધી

2009ની ચૂંટણીમાં કોંગ્રેસ ફરીથી સત્તા પર આવવામાં સફળ રહી તેના માટે રાજકીય પંડિતોએ ખેડૂતોની ઋણ માફી અને મનરેગાનો અસલી મંત્ર ગણાવ્યો. પરંતુ આ પ્લાનની ક્રેડિટ રઘુવંશપ્રસાદ સિંહને ન મળી, તેમણે કહ્યું હતું કે મારે આ ક્રેડિટ લેવી પણ નથી. સંજય બારુએ પોતાના પુસ્તક એક્સીડેન્ટલ પ્રાઇમમિનિસ્ટરમાં શ્રેય લેવાની આ હોડનો ઉલ્લેખ કરતા લખ્યું હતું કે પક્ષ ઇચ્છે છે કે મનરેગાનો પૂરેપૂરો શ્રેય રાહુલ ગાંધીને આપવામાં આવે, પરંતુ મનમોહનસિંઘ અને રઘુવંશપ્રસાદ સિંહ તેના અસલી હક્કદાર છે.