ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના કંગાળ દેખાવ બાદ રઘુ શર્માએ પ્રદેશ પ્રભારીના પદેથી રાજીનામું આપ્યુ છે. કોંગ્રેસે વિધાનસભામાં વિપક્ષનો દરજ્જો પણ ગુમાવ્યો છે. કોંગ્રેસના મોટા મોટા નેતાઓ ચૂંટણી હારી ગયા છે. કોંગ્રેસ 182 વિધાનસભા બેઠકમાંથી માત્ર 15ની આસપાસ બેઠક જીતવામાં સફળ રહ્યુ છે.
Advertisement
Advertisement
જગદીશ ઠાકોરે પણ હાર સ્વીકારી
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પણ હાર સ્વીકારી હતી. જગદીશ ઠાકોરે કહ્યુ કે- અમારી મતગણતરી મુજબ પરિણામ આવ્યા નથી. અમે અપેક્ષા મુજબ ખરા નથી ઉતર્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટિલને અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાત કોંગ્રેસના કાર્યાલય પર પથ્થરમારો, કાર્યકર્તાઓએ પથરા માર્યા
કોંગ્રેસના ખરાબ પ્રદર્શનને કારણે કાર્યકર્તાઓમાં નારાજ જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના પાલડી સ્થિત આવેલા કાર્યાલય પર કાર્યકર્તાઓએ પથ્થરમારો કર્યો હતો.
કોંગ્રેસના આ ઉમેદવાર જીત્યા
ઇમરાન ખેડાવાલા- જમાલપુર ખાડિયા
ગેનીબેન ઠાકોર- વાવ
કાંતિ ખરાડી- દાંતા
કિરીટ પટેલ- પાટણ
Advertisement