Gujarat Exclusive > દેશ-વિદેશ > રાજનાથની ‘શસ્ત્ર પૂજા’ને ખડગેએ ‘તમાશો’ ગણાવ્યો, ભાજપનો પલટવાર

રાજનાથની ‘શસ્ત્ર પૂજા’ને ખડગેએ ‘તમાશો’ ગણાવ્યો, ભાજપનો પલટવાર

0
299

દેશ માટે પ્રથમ રાફેલ વિમાન (Rafale Jet) લાવવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના ફ્રાંસ જવા અને ‘શસ્ત્ર પૂજા’ કરવા પર કોંગ્રેસની અંદર જ વિરોધ થયો છે. સીનિયર કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ તેને ‘તમાશો’ ગણાવતા કહ્યું કે આવો ડ્રામા કરવાની જરૂર નથી.બીજી તરફ ટિકિટને લઇને નારાજ મુંબઇ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સંજય નિરૂપમે કહ્યું કે અમારા દેશમાં શસ્ત્ર પૂજાની પરંપરા છે. ખડગે નાસ્તિક છે માટે આવી વાતો કરી રહ્યાં છે. મહત્વપૂર્ણ છે કે દશેરાએ રાફેલની ડિલિવર પહેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રફાલની શસ્ત્ર પૂજા કરી હતી. રફાલ પર ઓમ લખ્યા બાદ તેમણે નારિયળ ફોડી અને પૈડા નીચે લીબુ રાખીને તેની વિધિવત પૂજા કરી હતી. કોંગ્રેસના નિવેદન પર ભાજપે પલટવાર કર્યો છે.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, અત્યારે મને ખબર પડી કે કોંગ્રેસના ખડગે સાહેબે નિવેદન આપ્યુ છે કે રાફેલની શસ્ત્ર પૂજાનો તમાશો કરવાની શું જરૂર હતી? અમિત શાહે કહ્યું કે તેમાં તેમનો દોષ નથી, કારણ કે તેમણે ઇટાલીની સંસ્કૃતિની વધુ જાણકારી છે, ભારતની સંસ્કૃતિની નથી.

મનોજ તિવારીએ કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ દ્વારા શસ્ત્ર પૂજા પર ટિપ્પણી કરતા લીબુ રાખવાને મજાક ઉડાવવામાં આવી તેની જેટલી પણ ટિકા કરવામાં આવે તેટલી ઓછી છે.

દિલ્હી ભાજપા અધ્યક્ષે કહ્યું કે કોંગ્રેસના નેતા સોશિયલ મીડિયા પર આ રીતના નિવેદન કરી પોતાની માનસિક પ્રવૃતિનું પ્રદર્શન દેશ સામે કરી રહ્યાં છે. રાફેલ આવતા દેશની સેનાની શક્તિ ડબલ થઇ છે, જેની માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનો પ્રયાસ પ્રશંસનીય છે.

PoKથી આવેલા કાશ્મીરી પરિવારો માટે મોદી સરકારની મોટી જાહેરાત