Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રેડિયો જોકી નિશીતાનો મોબાઈલ નંબર કરાયો સાર્વજનિક, સાયબર સેલે નોંધ્યો ગુનો

રેડિયો જોકી નિશીતાનો મોબાઈલ નંબર કરાયો સાર્વજનિક, સાયબર સેલે નોંધ્યો ગુનો

0
734

અમદાવાદ, રેડિયો જોકી નિશીતાનો મોબાઈલ નંબર અજાણી વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી અપલોડ કરતા અનેક લોકોના ફોન આવવાના શરૂ થયા અને હેરાનગતિ વધી ગઈ હતી. આ અંગે રેડિયો વનના પોગ્રામીંગ હેડની ફરીયાદને પગલે સાયબર સેલએ ગુનો દાખલ કર્યો છે.

નવરંગપુરા સી.જી.રોડ પર આવેલા એફ.એમ 95 રેડિયો વનના પોગ્રામીંગ હેડ સંકેતકુમાર શાહે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓની ઑફીસમાં નિશીતા પાર્થ વાઈડા (રહે,ગાંધીનગર) રેડિયો જોકી તરીકે ફરજ બજાવે છે.

ગત તારીખ 19મી ફેબ્રુઆરીના રોજ નિશીતાને વ્હોટ્સએપ મેસેજ આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે.તમે મારી જોડે વાત કરો નહીં તો હું તમારો નંબર ઈન્સ્ટાગ્રામ પર મૂકી દઈશ. આ બાબતે નિશીતાએ સંકેત નું ધ્યાન દોર્યું હતું. બાદમાં આ ધમકી તરફ નિશીતાએ લક્ષ નહોતું આપ્યું. દરમિયાનમાં થોડા સમય બાદ નિશીતાના મોબાઈલ પર અજાણ્યા નંબરથી કોલ આવવાના શરૂ થયા હતા. આ બાબતે કોલ કરનારને નંબર ક્યાંથી મળ્યો તેમ પૂછતાં ઈન્સ્ટાગ્રામ પર ruchitapatel અને jiyapatel712 આઈડી પરથી નંબર મળ્યાનો જવાબ મળ્યો હતો.

જે તે સમયે સાયબર સેલમાં અરજી આપવામાં આવી હતી પરંતુ નિશીતા પ્રેગનેન્ટ હોઈ ફરિયાદ કરવા હાજર રહી શકે તેવી સ્થિતીમાં ન હોવાથી સંકેત શાહની ફરિયાદને આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

કાશ્મીર: બે દિવસમાં બીજો આતંકી હુમલો, JK પોલીસ જવાન શહીદ