Gujarat Exclusive > યુથ > મનોરંજન > બિગ બોસ-14માં Radhe Maની એન્ટ્રી નક્કી, લીધી મોટી ફી, પણ ત્રિસૂલનું શું?

બિગ બોસ-14માં Radhe Maની એન્ટ્રી નક્કી, લીધી મોટી ફી, પણ ત્રિસૂલનું શું?

0
231
  • શોના મેકર્સે કરી Radhe Maની એન્ટ્રી અંગે કરી પુષ્ટિ
  • રાધેમાંને Bigg Bossમાં જોવા ફેન્સ છે એક્સાઇટેડ

મુંબઇઃ ટેલીવિઝનના સૌથી વિવાદાસ્પદ શો Bigg Boss-14માં આદ્યાત્મિક દુનિયાની સૌથી કોન્ટ્રોવર્સિયલ હસ્તી રાધેમા (Radhe Ma)ની એન્ટ્રી હવે ફાઇનલ થઇ ગઇ છે. શોની મેકર્સે પણ તેની પુષ્ટિ કરી દીધી છે. જોકે બે ટીવીના ઝઘડાખોર ઘરમાં રાધેમાંના પ્રવેશ મામલે બે વાત બહુ ચોંકાવનારી છે. એક તો મેકર્સે રાધેમાને આપેલી ફી અને બીજું તેમનું ત્રિસૂલ. હવે જોવાનું એ રહે કે આખરે શું થશે?

બિગ બોસની 14 (Bigg Boss-14 )મી સીઝન 3જી ઓક્ટોબરથી શરુ થવા જઇ રહી છે. આ શો અંગે તેના ફેન્સ બહુ એક્સાઇટેડ છે. ખાસ કરીને તેના કોન્ટેસ્ટન્ટના લિસ્ટ અંગે. કારણ કે શોના સૌથી ચર્ચિત સ્પર્ધક રાધેમાં (Radhe Ma)  છે. જેઓ શો શરુ થતાં પહેલાં જ ચર્ચામાં છે. વધુમાં મીડિયાએ તેમની ફી અંગે કરેલા ઘટસ્ફોટથી વધુ ચર્ચા જાગી છે.

આ પણ વાંચોઃ તારક મેહતાની આ કલાકારને થયો કોરોના, થઇ હોમ ક્વારેન્ટાઇન

કહેવાય છે કે રાધેમા આ સીઝનના સૌથી મોંઘા કોન્ટેસ્ટન્ટ છે. એટલે કે તેમણે શોમાં ભાગ લેવા માટે મેકર્સ પાસેથી સૌથી તગડી ફી વસુલી છે.

શોમાં Radhe Maની એન્ટ્રી કન્ફર્મ કરતો વીડિયો

બિગ બોસના મેકર્સે રાધેમાં (Radhe Ma)ની એન્ટ્રી કન્ફર્મ કરતો એક વીડિયો મંગળવારે કલર્સ ચેનલના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો. જેમાં રાધેમાં બીગ બોસ (Bigg Boss-14)ના ઘરમાં એન્ટ્રી કરતા દેખાઇ રહ્યા છે. સાથે બેકગ્રાઉન્ડમાં તેમનો અવાજ પણ સંભળાઇ રહ્યો છે.

આ પણ વાંચોઃ સુહાના ખાનની સ્કીન ટોન પર લોકોએ ઉડાવી મજાક, SRK પુત્રીએ ટ્રોલર્સને આપ્યો જવાબ

Bigg Boss-14માં Radhe Maની ફી અંગે દાવો

દરમિયાનમાં રાધેમાંએ બિગ બોસ 14 (Bigg Boss-14)માં ભાગ લેવા માટે લીધેલી ફી અંગે મીડિયામાં દાવો કરાઇ રહ્યો છે. જેમાં તેઓ આ સીઝનના સૌથી વધુ ફી લેનારા સ્પર્ધક કહેવાઇ રહ્યા છે. રિપોર્ટમાં બિગ બોસ (Bigg Boss-14) ફેન પેજના હવાલાથી જણાવાયું છે કે રાધેમા (Radhe Ma)ને મેકર્સે ઘરમાં રહેવા માટે હપ્તાની 25 લાખ રુપિયાની ફી આપી રહ્યા છે. જે અન્ય કોઇ પણ કન્ટેસ્ટન્ટ કરતા વધુ છે. જો કે તેની હજુ સત્તાવાર પુષ્ટિ થઇ નથી.

ત્રિસૂલ બની શકે છે અવરોધ? Radhe Ma

એન્ટરટેનમેન્ટના એક રિપોર્ટ મુજબ રાધેમા (Radhe Ma) અને શોના મેકર્સ વચ્ચે એક વાતને લઇને અસંમત્તિ સર્જાઇ છે અને તે છે, રાધેમાં ત્રિસૂલ. જે તેઓ દરેક જગ્યાએ પોતાની સાથે રાખે છે. પરંતુ અને પેચ ત્યાં એટક્યો છે કે બિગ બોસમાં એન્ટ્રી માટે કેટલાક નિયમો નક્કી કરાયા છે.

તેમાંનો એક નિયમ એ છે કે (Bigg Boss-14)શોમાં ભાગ લેનારા કન્ટેસ્ટન્ટે ઘરમાં રહેતી વખતે અન્ય કોઇને નુકસાન પહોંચાડી શકે તેવી કોઇ ચીજ પોતાની પાસે રાખવી નહીં. તેથી મેકર્સે રાધેમા (Radhe Ma)ને ત્રિસૂલ ઘરમાં પોતાની પાસે નહીં રાખવાનું કહ્યું છે. પરંત રાધેમાં તેના માટે તૈયાર નથી. હવે જોવાનું એ રહે કે અંતિમ નિર્ણય શું આવે છે.

આ પણ વાંચોઃ બોલીવૂડ શહેનશાહ Amitabh Bachchanએ લીધા બહુ મોટા શપથ