Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તાર-ફેનસિંગ અને સર્વે મુદ્દે ભાજપ સભ્યએ ઉઠાવ્યા સવાલ

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તાર-ફેનસિંગ અને સર્વે મુદ્દે ભાજપ સભ્યએ ઉઠાવ્યા સવાલ

0
57
  • અધિકારીઓ દ્વારા ખેડૂતોને નોટિસ આપ્યા વગર તાર-ફેનસિંગ અને સર્વે કરવું એ કેટલુ યોગ્ય?

  • જેણે પેકેજ લીધું નથી એવા લોકોની જમીન પર કબજો લેવાથી લોકોમાં ભયનું વાતાવરણ ઉભું થયું

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં અગાઉ તાર ફેનસિંગ મામલે સ્થાનિક અદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા હતા. હાલમાં જ નર્મદા નિગમ દ્વારા એમની જમીનમાં સર્વે કામગીરી ચાલી રહી હતી દરમિયાન કેવડિયા ગામની મહિલાઓ અને નર્મદા નિગમના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ તમામ વિવિદો મામલે હવે ભાજપ શાસિત નર્મદા જિલ્લા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ દિનેશ તડવીએ પણ સવાલો ઉઠાવ્યા છે.

નર્મદા જિલ્લા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ દિનેશ તડવીને કેવડિયા ગ્રામજનોએ નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા અગાઉ થયેલી તાર-ફેનસિંગ અને હાલમાં થયેલી સર્વે કામગીરી મુદ્દે ફરિયાદ કરી હતી.દિનેશ તડવીએ પણ કેવડિયા સત્તા મંડળ પાસે એ ફરિયાદના જવાબ માંગ્યા છે.

દિનેશ તડવીએ જણાવ્યું છે કે કેવડિયા સહિત 6 ગામની જમીન નર્મદા યોજના માટે સંપાદન કરવામાં આવી હતી એ 6 ગામોને અસરગ્રસ્ત જાહેર કરાયા નથી.નર્મદા ડેમનું સ્થળ નવાગામથી ખસેડી વડગામ નક્કી થયા બાદ એ અમુક વિવાદિત જમીન પર જે તે ખાતેદાર અને વારસદારોનો કબજો હતો, તેઓ એ જમીન પર ખેતી કરી જીવનનિર્વાહ ચલાવે છે.એટલે આ જમીન પર જે તે સમયે કાયદેસર કબજો લેવાની ચૂક થઈ જ છે.કોરોના મહામારીથી અત્યાર સુધી પોલીસ સ્ટાફ તથા કેવડીયા સત્તા મંડળના અધિકારીઓ દ્વારા ખેડૂતોને નોટિસ આપ્યા વગર તાર-ફેનસિંગ અને સર્વે કરવું એ કેટલુ યોગ્ય છે?.જેણે પેકેજ લીધું નથી એવા લોકોની જમીન પર કબજો લેવાથી લોકોમાં ભયનું વાતાવરણ ઉભું થયું છે.

તાર-ફેનસિંગ કરેલ જમીનના ખાતેદારોએ કયું પેકેજ સ્વીકાર્યું છે, હેલિપેડ પાર્કીંગ મોલ બનાવવા માટે તાર-ફેનસિંગ કરેલા જમીનોના મૂળ માલીકને કબજો લેતા પેહલા નોટિસ બજાવી છે કે કેમ એના પુરાવા મારી કચેરીએ રજૂ કરો.જમીન સંપાદન થયા પછી જે તે સમયે આ જમીન ઉપર કબજો લીધો હોય તો ખેડૂતોની કબજો સોંપ્યાની નકલ રજૂ કરી તથા ભૂતકાળમાં આ ગામોને ખસેડવામાં આવ્યા હોય તો ક્યાં વર્ષ સમય ગાળામાં તથા ક્યાં સ્થળે ખસેડાયા છે એની વિગતોના પુરાવાઓ સાથે મારા નિવાસસ્થાને અથવા નર્મદા જિલ્લા પંચાયત ન્યાય સમિતિ કચેરીએ રજૂ કરો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat