Gujarat Exclusive > દેશ-વિદેશ > ચીનની કોરોના વિરોધી રસી પર નિર્ભર દેશો ફસાયા, સૌથી વધુ વૅક્સિનેશન છતાં સંક્રમણ સતત વધ્યું

ચીનની કોરોના વિરોધી રસી પર નિર્ભર દેશો ફસાયા, સૌથી વધુ વૅક્સિનેશન છતાં સંક્રમણ સતત વધ્યું

0
120

નવી દિલ્હી: ચીનની કોરોના વિરોધી રસી પર નિર્ભરે દેશો હવે પસ્તાઈ રહ્યાં છે. આવા દેશોમાં મોંગોલિયા, બહેરિન અને સેશેલ્સ જેવા અનેક દેશો સામેલ છે. જેમાં મોટાપાયે વૅક્સિનેશન છતાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. Chinese Corona Vaccine

ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, આવા દેશોમાં સતત વધી રહેલા પોઝિટિવ કેસોએ ચીનની કોરોના વિરોધી રસીની વિશ્વસનિયતા પર સવાલ ઉઠાવ્યા છે. એવું લાગી રહ્યું છે કે, ચીની વૅક્સિન કોરોના વાઈરસ, ખાસ કરીને નવા વેરિએન્ટના સંક્રમણને ફેલાતુ અટકાવવામાં એટલી અસરકારક નથી.

અડધાથી વધુ વસ્તીને ચીની વૅક્સિનના બન્ને ડોઝ લગાવી ચૂકેલા દેશોની દુર્દશા
ડેટા અનુસાર, સેશેલ્સ, ચિલી, બહેરિન અને મોંગોલિયામાં 50 થી 68 ટકા વસ્તીનું વૅક્સિનેશન થઈ ચૂક્યું છે અને અહીં મોટાભાગે ચીનની જ વૅક્સિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ છતાં આ તમામ દેશોમાં ગત સપ્તાહે કોરોના બેકાબૂ બન્યો છે. આટલું જ નહીં, આ દેશોમાં વૅક્સિનના બન્ને ડોઝ લઈ ચૂકેલા લોકોના સંક્રમિત થવાના કેસો પણ મોટી સંખ્યામાં સામે આવી રહ્યાં છે.

ચીન અને અન્ય દેશોની વૅક્સિનની અસરકારક્તા વચ્ચેનો તફાવત એ વાતથી જ જાણી શકાય છે કે, જ્યાં પોતાની 57 ટકાથી વધુ વસ્તીને ફાઈઝરની વૅક્સિનના ડોઝ આપી ચૂકેલા ઈઝરાયલમાં હાલ પ્રતિ 10 લાખ લોકોમાંથી 4.95 નવા કેસો સામે આવી રહ્યા છે. જ્યારે પોતાની લગભગ 68 ટકા વસ્તીને ચીનની સિનોફાર્મ વૅક્સિન આપી ચૂકેલા સેશોલ્યમાં આ આંકડો પ્રતિ 10 લાખ લોકો પર 716 નવા કેસોનો છે.

મોંગોલિયામાં એક મહિનામાં પોઝિટિવ કેસો વધ્યા Chinese Corona Vaccine
આજ પ્રકારે ચીની વૅક્સિન પર નિર્ભર મોંગોલિયા અત્યાર સુધી પોતાની 52 ટકા વસ્તીને વૅક્સિનના બન્ને ડોઝ આપી ચૂક્યું છે. આમ છતાં અહીં ગત એક મહિનામાં દૈનિક કેસોમાં 4 ગણો વધારો થઈ ચૂક્યો છે અને રવિવારે અહીં 2,400 નવા કેસો સામે આવ્યા.

ઈન્ડોનેશિયામાં બન્ને ડોઝ લેવા છતાં સ્વાસ્થ્ય કર્મચારીઓ સંક્રમિત
અન્ય દેશો પર નજર નાંખીએ તો, ચીની વૅક્સિન સાઈનોવૅકના બન્ને ડોઝ લઈ ચૂકેલા ઈન્ડોનેશિયાના 350થી વધુ ડૉક્ટરો અને સ્વાસ્થ્ય કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.

આ ઉપરાંત ત્રીજા તબક્કાનું ટ્રાયલ પૂરુ થયા પહેલા સિનોફાર્મ વૅક્સિનને મંજૂરી આપનારા બહેરિન અને યુનાઈટેડ આરબ અમીરાતમાં પણ વૅક્સિનના બન્ને ડોઝ લઈ ચૂકેલા લોકોના સંક્રમિત થવાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે.

આ પણ વાંચો:  મહારાષ્ટ્રના 7 ગામોમાં ફરીથી લૉકડાઉન લગાવાયું, શું કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ? Chinese Corona Vaccine

ચીની વૅક્સિનનો ઉપયોગ કરી રહેલા દેશો સામે પડકાર
યુનિવર્સિટી ઑફ હૉંગકૉંગના વાયરોલૉજિસ્ટ જિન ડોન્ગ્યાનનું કહેવું છે કે, જો વૅક્સિન અસરકારક હોય, તો આવું ના થવું જોઈએ. એક્સપર્ટના મતે, ચીન સહિત વિશ્વના 90થી અધિક દેશો ચીન દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોના વૅક્સિનનો ઉપયોગ કરી રહ્યાં છે. અમુક દેશોએ પોતાની પૂરી વસ્તીનું વૅક્સિનેશન કરવા છતાં નવા કેસો સામે આવી રહ્યાં છે. આવા દેશોને ભવિષ્યમાં અનેક દિવસો સુધી લૉકડાઉન, ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને પ્રતિબંધો સહિત અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે.

કોરોના સંક્રમણ વધતા ચીનનો લૂલો બચાવ Chinese Corona Vaccine
ચીનની વૅક્સિન પર ઉઠી રહેલા સવાલો વચ્ચે ડ્રેગન દ્વારા પોતાની કોરોના વિરોધી રસીનો લૂલો બચાવ કરવામાં આવ્યો છે. એક નિવેદનમાં ચીનના વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેની વૅક્સિન અને નવા કેસો વચ્ચે કોઈ સબંધ નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના નિવેદનના આધારે ચીને જણાવ્યું કે, આ દેશોમાં વૅક્સિનેશન હજુ એટલા પ્રમાણમાં નથી થઈ શક્યું કે નવા કેસો આવવાના સદંતર બંધ થઈ જાય.

ઉલ્લેખનીય છે કે, ચીની વૅક્સિનની અસરકારક્તા પર પહેલા પણ સવાલ ઉઠતા રહ્યાં છે. જો કે હ્યુમન ટ્રાયલમાં સિનોફાર્મને 78.1 ટકા અને સાઈનોવૅકને 51 ટકા અસરકારક નીવડી હતી, પરંતુ ચીને આ ટ્રાયલ સબંધિત ડેટા ક્યારેય જાહેર નથી કર્યાં.

આ સિવાય અધિક વૅક્સિનેશન છતાં સંક્રમણના કેસોની જાણકારી પણ જાહેર નથી કરી. આજ કારણ છે કે, વિશ્વના મોટાભાગના દેશોને ચીનની કોરોના વિરોધી રસી પર વધારે વિશ્વાસ નથી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat