Queen Elizabeth II dies : બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષની વયે અવસાન થયું છે. સ્કોટલેન્ડના બાલ્મોરલ કાસલમાં રાણીની સારવાર ચાલી રહી હતી. રાજવી પરિવાર બાલમોરલ પહોંચવા લાગ્યો છે.
Advertisement
Advertisement
આ વર્ષે ફેબ્રુઆરીમાં ક્વીન એલિઝાબેથ દ્વિતીયને કોરોના પણ સંક્રમિત હતો
કહેવામાં આવી રહ્યું છે કે રાણી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. બકિંગહામ પેલેસ અનુસાર, તેમને episodic mobilityમાં સમસ્યા હતી. આ સમસ્યા મોટી ઉંમરના લોકોને થાય છે. ગયા વર્ષે ઓક્ટોબરથી તેમને સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. ત્યારથી તેને ઊભા રહેવામાં અને ચાલવામાં તકલીફ પડી રહી હતી.
બુધવારે મહારાણી બ્રિટનના નવા વડાપ્રધાન લિજ ટ્રસ સાથે દેખાયા હતા. બુધવારે તેમને સીનિયર મંત્રીઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગ પણ કરી હતી, પરંતુ ડોક્ટર્સની સલાહ પર તેમણે આરામ કર્યો અને મીટિંગને ટાળી દીધી હતી. તે પછી આજે મહારાણીનું ચેકઅપ કરવામાં આવ્યું તો ડોક્ટર્સે તેમની હેલ્થને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ડોક્ટર્સે કહ્યું છે કે તેમને મેડિકલ સુપરવિઝનમાં રાખવામાં આવશે. જોકે, એલિઝા બેથે દુનિયાને અલવિદા કરી દીધું હતું.
Advertisement