Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વેક્સિનનો જથ્થો ઈન્ડિગો એરલાઇન્સ મારફતે અમદાવાદ પહોંચ્યો

વેક્સિનનો જથ્થો ઈન્ડિગો એરલાઇન્સ મારફતે અમદાવાદ પહોંચ્યો

0
58

લોકોની ફરિયાદો વચ્ચે આખરે અમદાવાદ સહિત રાજ્યમાં 18થી 44 વર્ષના લોકોને રસીકરણનું કામ શરુ કરી દેવામાં આવી છે. રાજયમાં કોરોના વેક્સિન વધુ ઝડપી રીતે થાય તે માટે રાજય સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકને વેક્સિન માટે મોટો ઓર્ડર આપ્યો છે. જો કે, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા તમામ સ્થળો પર ફ્રીમાં વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. વેક્સિનનો જથ્થો ઈન્ડિગો એરલાઇન્સ મારફતે અમદાવાદ આવી પહોંચ્યો છે. જો કે, હાલ આ તમામ જથ્થો ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે અને ત્યાથી અલગ અલગ જિલ્લાઓમાં વિતરણ કરવામાં આવશે.

રાજયમાં આજથી 18 થી 44 વર્ષની વયના લોકોને વેક્સિન આપવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. પ્રથમ દિવસે જ શહેરના કેટલાક સેન્ટરો પર હોબાળો પણ જોવા મળ્યો હતો. નાગરિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો પણ લીસ્ટમાં નામ જોવા મળી રહ્યા નથી.જેથી નાગરિકો અને સ્ટાફ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યા છે.અને લોકો ઉમટી પડ્યા હોવાથી સોશીયલ ડિસ્ટન્સ પણ જળવાતું જોવા મળી રહ્યું નથી.

નારણપુરા, મેમનગર જેવા કેટલાક સેશન સાઇટ પર હોબાળો થયો હતો . કેટલાક લોકો દાવો કરતા હતા કે તમને રજિસ્ટ્રેશન કરાવ્યું છે પરંતુ સ્ટેશન સાઈડ પર કર્મચારીઓ પાસે જે લિસ્ટ આવે છે લિસ્ટમાં તે નાગરિકોનું નામ ન હતું જેથી નાગરિકોએ હોબાળો કર્યો હતો. જ્યારે બીજી તરફ કેટલાક નાગરિકો રજિસ્ટ્રેશન વગર પણ આવ્યા હતા.સવાર થી જ દરેક સેશન સાઇટ પર રસીકરણ માટે નાગરિકો ની લાંબી લાઈન જોવા મળી રહી હતી.

ભારત સરકાર દ્વારા 1 મે 2021 થી 18 થી 44 વર્ષ ના તમામ નાગરિકો ને રસીકરણ અંગેની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી 18 વર્ષ થી ઉપરના લોકોનું રસીકરણ શરૂ કરાયું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 80 શાળાઓમાં રસીકરણ કરવામાં આવશે.સ્થળ પર રજિસ્ટ્રેશન કરવામાં આવશે નહીં અગાઉથી રજિસ્ટ્રેશન કરેલા નાગરિકોનું રસીકરણ કરવામાં આવશે. નાગરિકોને પોતાનું ઓળખ કાર્ડ લઈને જવાનું રહેશે.

રજિસ્ટ્રેશન વેરિફિકેશન, સોફ્ટવેર પ્રોબ્લેમ, રજિસ્ટ્રેશન કરેલા સેન્ટરની વિગત અને રસીનો જથ્થો ઓછો આવવાના લોકો હેરાન થયા છે. બાકીના સેન્ટરો પર યુવાનો રસી લેવા માટે લાઈન લગાવી હતી. 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેકસીન આપવામા આવી હતી. જો કે વેકસીન કોઈને ઓબ્ઝર્વેશનમાં બેસાડવામાં આવતા ન હતા.

સાબરમતી શાળા નંબર 7 ખાતે મોટી સંખ્યામાં લોકો વેકસીન લેવા માટે ઉમટી પડ્યા હતા. જે યુવાનોએ cowin.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તેઓને જ વેકસીન આપવામાં આવે છે ત્યારે કેટલાક લોકોને મેસેજ આવ્યો હતો પરંતુ ક્યાં કેન્દ્ર પર રસી લેવી તેની માહિતી અંદર ન આવતાં તેઓ રસી લેવા ત્યાં પોહચયા હતા કેટલાક લોકોને મેસેજ મળ્યો હતો છતાં તેઓનું ઓનલાઇન રજિસ્ટ્રેશન કન્ફર્મ ન થતા હેરાન થયા હતા.

નરોડા વિસ્તારમાં આવેલી શાળાના 200 લોકોને વેકસીનનું રજિસ્ટ્રેશન હતું પરંતુ 100 જ રસીના ડોઝ લાવવામાં આવ્યા હતા. જેના કારણે બીજા આવેલા લોકોને લાઈનમાં રાહ જોવી પડી હતી. અડધો કલાક બાદ વેકસીન લાવી આપી હતી. બીજી તરફ જે સમય લોકોને આપવામા આવ્યો હતો તે મુજબ વૅક્સિન આપવા ટોકન આપવામાં આવતું હતું. ટોકન લઈ લોકોને લાઈનમાં ઉભા રાખવામા આવ્યા હતા.

સવારે લોકોને થઇ હતી હાલાકી

શનિવારે સવારે કોરોનાના રક્ષણ માટે આજે 18 વર્ષથી ઉપરના લોકો માટે શરુ કરાયેલા રસીકરણ અભિયાનમાં પ્રથમ ગ્રાસે જ મક્ષીકાની સ્થિતિ સર્જાઇ હતી. લોકો સવારથી રસીકરણ કેન્દ્ર પર ધક્કા ખાઇ રહ્યા છે. જ્યારે રજીસ્ટ્રેશનના પણ ફાંફા થઇ રહ્યા હતા.

નારણપુરા, મેમનગર કેન્દ્રે બબાલ

નારણપુરા, મેમનગર જેવા કેટલાક સેશન સાઇટ પર હોબાળો થયો હતો . કેટલાક લોકો દાવો કરતા હતા કે તમને રજિસ્ટ્રેશન કરાવ્યું છે પરંતુ સ્ટેશન સાઈડ પર કર્મચારીઓ પાસે જે લિસ્ટ આવે છે લિસ્ટમાં તે નાગરિકોનું નામ ન હતું જેથી નાગરિકોએ હોબાળો કર્યો હતો. જ્યારે બીજી તરફ કેટલાક નાગરિકો રજિસ્ટ્રેશન વગર પણ આવ્યા હતા.સવાર થી જ દરેક સેશન સાઇટ પર રસીકરણ માટે નાગરિકો ની લાંબી લાઈન જોવા મળી રહી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat