Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > PVS શર્મા કેસઃ ITના સુરતમાં દસ, મુંબઈમાં બે અને થાણેમાં એક સ્થળે દરોડા

PVS શર્મા કેસઃ ITના સુરતમાં દસ, મુંબઈમાં બે અને થાણેમાં એક સ્થળે દરોડા

0
128
  • કલામંદિર પર આરોપ મૂકનારા પીવીએસ શર્મા પોતે જ મોટા કલાકાર
  • પીવીએસ શર્મા મની લોન્ડરિંગ કૌભાંડ ચલાવતા હોવાની શંકા
  • સંકેત મીડિયા અને બિલ્ડર ધવલ શાહને ત્યાં આઇટીની તપાસ

સુરતઃ શહેરના કલામંદિર જ્વેલર્સ સામે આક્ષેપ કરનારા ભાજપના ઉપપ્રમુખ પીવીએસ શર્મા (pvs-sharma-case-it-raid) પોતે જ મોટા કલાકાર નીકળ્યા હોવાનું આવકવેરા વિભાગના દરોડામાં લાગી રહ્યુ છે. આવકવેરા વિભાગની ટુકડીએ તેમની સાથે તેમના સીએ અશોક આદુકિયાને ત્યાં પણ દરોડા પાડ્યા છે.

વિવિધ કંપનીઓને ત્યાં પડેલા દરોડા

સંકેત મીડિયા પ્રાઇવેટ લિમિટેડ અને બિલ્ડર ધવલ શાહને ત્યાં પણ આઇટીની તપાસ શરૂ થઈ ગઈ છે. તેની સાથે મુંબઈમાં આવેલી કુસુમ સિલિકોન કંપનીમાં પણ દરોડા પડ્યા છે, કારણ કે ત્યાંથી શર્મા વર્ષે 18 લાખ રૂપિયાનો પગાર મેળવતા હતા. તેની જોડે સુરતમાં આવેલી કુસુમ ડાઇ કેપમાં પણ આવકવેરા વિભાગે દરોડો પાડ્યો છે.

આ બધુ જોતાં હાલમાં પીવીએસ શર્મા (pvs-sharma-case-it-raid) મની લોન્ડરિંગ કૌભાંડ ચલાવતા હોવાની શંકા છે. દરોડા દરમિયાન અનેક પ્રકારના વાંધાજનક દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.(pvs-sharma-case-it-raid)

આ પણ વાંચોઃ કલામંદિર જ્વેલર્સ કરચોરી મામલોઃ પોતાને ત્યાં IT દરોડો પડતા BJP નેતા શર્મા ધરણાં પર

શર્માના કુટુંબના નામે દસ બેન્ક લોકર

તેમના કુટુંબના નામે દસ બેન્ક લોકર હોવાનું પણ આ દરોડામાં બહાર આવ્યુ છે. આ સિવાય 3.50 લાખ રૂપિયાની રોકડ પણ મળી આવી છે. આ સંદર્ભમાં છાયડા સંસ્થાના ભરત શાહને ત્યાં પણ દરોડો પોડવામાં આવ્યો છે. આમ આવકવેરા વિભાગે પીવીએસ શર્મા સાથે સંલગ્ન બાબતોમાં સુરતમાં દસ, મુંબઈમાં બે અને થાણેમાં એક સ્થળે દરોડો પાડ્યો છે. આવકવેરાના આ દરોડામાં 50થી વધુ અધિકારીઓ જોડાયા છે.

પીપલોદ વિસ્તારમાં આવેલા તેમના ઘરે દરોડા (kalamandir jewellers pvs sarma) પાડ્યાં છે. જેનાં કારણે તેઓ ધરણાં પર બેસી ગયા છે. ઉલ્લેખનીય છે કે પીવીએસ શર્માએ મંગળવારે આક્ષેપ કર્યા હતાં કે, નોટબંધી દરમિયાન કલામંદિર જવેલર્સ દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે અને તેમની પાસે તેના પુરાવા પણ છે. પીવીએસ શર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાંમંત્રીને ટ્વિટ કરી ED અને CBI તપાસની માંગ કરી હતી.

આ પણ વાંચોઃ આનંદનગરમાં IIPRE કંપનીના માલિક ડૉ. હેત દેસાઈની કંપનીની પૂર્વ CEO વિરૂદ્ધ ઠગાઇની ફરિયાદ

પીવીએસ શર્માનો આક્ષેપ હતો કે, ‘નોટબંધી દરમિયાન (pvs-sharma-case-it-raid) એક જવેલર્સ દ્વારા 110 કરોડ રૂપિયા ત્રણ દિવસમાં બેંકમાં ડિપોઝીટ કરવામાં આવ્યાં હતાં. પરંતુ તેની સામે માત્ર 84 લાખનો જ ટેક્સ ભરવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો છે કે તેમની પાસે તેના પુરાવા પણ છે આ સંદર્ભે તેમના ત્યાં આવક વેરા વિભાગે દરોડા પાડ્યાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે અને તેમની પૂછપરછ કરવામાં આવી છે.’

આવકવેરાની ટીમ દ્વારા ભાજપના નેતા પીવીએસ શર્માના (pvs-sharma-case-it-raidd)ઘરે મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યાં હતાં. જે સવાર સુધી ચાલ્યા હતાં. હજુ પણ તેમના ઘરે એક કારમાં આવેલા અધિકારીઓ હાજર છે. આ સાથે જ પોલીસ પણ હાજર છે ત્યારે આવકવેરા અધિકારીઓ દ્વારા શર્માના ઘરેથી કેટલાંક ડોક્યુમેન્ટ અને તેમનો મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. જેથી નારાજ શર્મા ધરણાં પર બેસી ગયા છે.