Gujarat Exclusive > ધર્મ > ઓડિસાના પુરી જગન્નાથ મંદિર પાસે છે 60,426 એકર જમીન અને ઘણું બધુ સોનું

ઓડિસાના પુરી જગન્નાથ મંદિર પાસે છે 60,426 એકર જમીન અને ઘણું બધુ સોનું

0
687

ઓડિસાના પુરીમાં ભગવાન જગન્નાથ મંદિર પાસે 60,426 એકર જમીન અને અનેક બહુમૂલ્ય રત્નો સિવાય 150 કિલોગ્રામ સોનું છે. ઓડિસાના કાયદા મંત્રી પ્રતાપ જેનાએ આ જાણકારી વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં લેખિતમાં આપી હતી.

કાયદા મંત્રી પ્રતાપ જેનાએ જણાવ્યુ કે, પુરી સ્થિત 12મી સદીના મંદિર પાસે 6 અન્ય રાજ્યમાં 396.525 એકર જમીન છે. તેમણે જણાવ્યુ કે, ભગવાન જગન્નાથ મંદિરની જમીન ઓડિસાના 30માંથી 24 જિલ્લાઓમાં સ્થિત છે. મંત્રીએ આ પણ જાણકારી આપી છે કે, મંદિરના સંચાલકોએ રાજ્યના વિભિન્ન તાલુકામાં લોકો અને સંસ્થાનો દ્વારા મંદિરની જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ વિરુદ્ધ 368 કેસો પણ દાખલ કર્યા છે.

પ્રતાપ જેનાએ જણાવ્યુ કે, 96.269 એકર જમીનને દબાણથી મુક્ત કરાવવા માટે કેસ દાખલ કરવામાં આવ્યા છે. કટક, પુરી, કેન્દ્રપાડા, ખુર્દા અને બાલાસોર જિલ્લામાં જમીન પર દબાણની સૂચના મળી છે.


પ્રતાપ જેનાએ આગળ જણાવ્યુ કે, મંદિર સંચાલકે અત્યાર સુધી 341.308 એકર જમીન વેચી છે જેનાથી 10.64 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે. તેમણે જણાવ્યુ કે, જમીન વેચીને મેળવેલી રકમને મંદિરમાં જમા કરી દેવામાં આવી છે.

મંત્રી અનુસાર, આ પ્રકારની જમીન વેચવા માટે પગલા લેવામાં આવી રહ્યા છે. જમીન સિવાય ભગવાન જગન્નાથ મંદિર પાસે સોના અને મૂલ્યવાન ઝવેરાત પણ છે જેને મંદિરના રત્ન ભંડારની તિજોરીમાં રાખવામાં આવ્યો છે. મંત્રીએ જણાવ્યુ કે, રત્ન ભંડારને ખોલવાની હાલ કોઈ યોજના નથી.

અમદાવાદમાં હાઇપ્રોફાઇલ ભીખારીઓનું નેટવર્ક DPS-આશ્રમથી નિત્યાનંદ ચલાવે છે?