Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > હરપ્રીત બ્રારના ઓલરાઉન્ડ દેખાવને સહારે પંજાબે બેંગલોરને 34 રને આપી મ્હાત, રાહુલ સદીથી વંચિત

હરપ્રીત બ્રારના ઓલરાઉન્ડ દેખાવને સહારે પંજાબે બેંગલોરને 34 રને આપી મ્હાત, રાહુલ સદીથી વંચિત

0
37

IPL-14 સીઝનની પોતાની પ્રથમ મેચમાં જ હરપ્રીતનો મેન ઓફ ધ મેચ દેખાવ, 25 રન અને 3 વિકેટ

અમદાવાદઃ IPL-14 સીઝનની પ્રથમ મેચમાં જ હરપ્રીત બ્રારના ઓલરાઉન્ડ દેખાવને સહારે પંજાબે બેંગલોરને 34 રને મ્હાત (Punjab Wins Over Bangalore)આપી. શુક્રવારે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2021ની 26મી મેચ RCB અને PBKS વચ્ચે રમાઇ હતી.

પ્રથમ બેટિંગ કરતા પંજાબે કેપ્ટલ લોકેશ રાહુલના અણનમ 91 રન અને ગેલ સાથે બીજી વિકેટની 80રનની ભાગીદારીની મદદથી 5 વિકેટ 179 રન કર્યા હતા. જવાબમાં કોહલીની રોયલ ટીમ 8 વિકેટે 145 રન બનાવી શકતા પંજાબનો શાનદાન વિજય થયો હતો. આ સાથે PBKS પોઇન્ટ ટેબલમાં 5માં સ્થાને આવી ગયું. જ્યારે બેંગલોર ત્રીજા સ્થાને યથાવત છે.પંજાબે RCBને છેલ્લી ત્રણ મેચમાં પરાજય આપ્યો છે.

આ પણ વાંચોઃ ભારતની જગ્યાએ UAEમાં થઈ શકે છે T20 વર્લ્ડકપનું આયોજન

હરપ્રીતની 4 ઓવરમાં એક મેઇડન સાથે 17 રનમાં 3 વિકેટ

પંજાબની જીતમાં કેપ્ટન રાહુલ અને ગેલ ઉપરાંત સીઝનની પ્રથમ જ મેચ રમી રહેલા હરપ્રીત બ્રારનો ફાળો સૌથી મોટો હતો. તેણે પહેલાં બેટિંગમાં 17 બોલમાંએક ચોગ્ગા અને 2 છગ્ગા દ્વારા અણનમ 25 રન બનાવ્યા.

હરપ્રીતે બોલિંગમાં આવી બેંગલોરના ત્રણ ધુરંધરોને પેવેલિયન ભેગા કરી ટીમની જીત (Punjab Wins Over Bangalore) નિશ્ચિત કરી હતી. જેના લીધે તેને મેન ઓભ ધ મેચ ખિતાબ મળ્યો. હરપ્રીતે 4 ઓવરમાં એક મેઇડન નાંખી 17 રનમાં કોહલી ઉપરાંત ડિવિલિયર્સ અને ગ્લેન મેક્સવેલની વિકેટો લીધી. તેમાંથી કોહલી અને મેકસવેલને બોલ્ડ કર્યા હતા.

રાહુલના 57 બોલમાં અણનમ 91 રન

રાહુલે 57 બોલમાં 7 ફોર અને 5 સિક્સની મદદથી અણનમ 91 રન કર્યા. જો કે તે 9 રન માટે સદીથી વંચિંત રહી ગયો. જ્યારે ક્રિસ ગેલે તેની આક્રમક સ્ટાઇલમાં 24 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા દ્વારા 64 રન ઝૂડી નાંખ્યા હતો.

આ પણ વાંચોઃ IPL-14: કોલકાતાને હરાવી દિલ્હી પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને, પૃથ્વીનો શાનદાર શૉ

હરપ્રીત સિવાય રવિ બિશ્નોઇએ 2 અને મેરેડિથ, શમી અને ક્રિસ જોર્ડને 1-1 વિકેટ લઇ સુંદર દેખાવ કર્યો. RCBએ 19 રન પર દેવદત્ત પડ્ડિકલની વિકેટ ગુમાવી હતી. એણે 6 બોલમાં 7 રન બનાવ્યા હતા. કોહલી અને રજત પાટીદારે 43 રનની ભાગીદારી નોંધાવી હતી.

કોહલી 34 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે મેક્સવેલ પહેલા બોલ પર ગોલ્ડન ડક થયો હતો. ત્યાર બાદ9 બોલમાં માત્ર 3 રન બનાવીને એબી પણ હરપ્રીત નો શિકાર થયો હતો. Punjab Wins Over Bangalore

RCBની અડધી ટીમ 91 રનમાં પેવેલિયન ભેગી થઇ

91 રનમાં RCBની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ક્રિસ જોર્ડને રજત પાટીદારને આઉટ કર્યો હતો, પાટીદારે 30 બોલમાં 31 રન બનાવ્યા હતા. રવિ બિશ્નોઈએ પણ 16મી ઓવરમાં શાહઝાઝ અહેમદ અને ડેનિયલ સેમ્સને આઉટ કર્યા હતા. RCBએ એક જ ઓવરમાં 2 વિકેટ ગુમાવી હતી. 144 રન પર RCBએ 8મી વિકેટ ગુમાવી હતી, મોહમ્મદ શમીએ હર્ષલ પટેલને પેલેલિયન ભેગો કર્યો હતો.

આ પણ વાંચોઃ IPL-14ની 24 મેચમાં મુંબઇએ રાજસ્થાનને 7 વિકેટ હરાવ્યું, ડિકોક-કુણાલે હારની હેટ્રિક અટકાવી

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat