Gujarat Exclusive > રાજનીતિ > નવજોત સિંહ સિદ્ધુ તકવાદી, ‘આપ’માં સામેલ થઈ શકે છે: CM કેપ્ટન અમરિંદરસિંહ

નવજોત સિંહ સિદ્ધુ તકવાદી, ‘આપ’માં સામેલ થઈ શકે છે: CM કેપ્ટન અમરિંદરસિંહ

0
48

અમૃતસર: પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ફરીથી એક વખત પોતાના કેબિનેટના સહયોગી નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) પર આકરા પ્રહાર કર્યો છે. અમરિંદર સિંહે જણાવ્યું કે, સિદ્ધુ આમ આદમી પાર્ટીના ચીફ અરવિદ કેજરીવાલ સાથે વાતચીત કરી રહ્યાં છે અને ગમે ત્યારે આપ જોઈન કરી શકે છે.

એક પંજાબી ચેનલને આપેલા ઈન્ટર્વ્યૂમાં મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે, સિદ્ધુ (Navjot Singh Sidhu) અનેક વખત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળી ચૂક્યાં છે. મને મળેલી માહિતી મુજબ, સિદ્ધુ 3-4 વખત કેજરીવાલને મળી ચૂક્યા છે અને તેઓ આપમાં સામેલ થઈ શકે છે. આ વાત પણ સ્પષ્ટ છે કે, તેઓ મારા વિરુદ્ધ પટિયાલાથી ચૂંટણી લડશે. આવું કરવા બદલ હું તેમનું સ્વાગત કરું છું. તેમને લડવા દો.

આ પણ વાંચો:  મોરવા-હડફ વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ જાહેર, ભાજપના નિમિષાબેન સુથારનો વિજય   Navjot Singh Sidhu

જણાવી દઈએ કે, આગામી વર્ષની શરૂઆતમાં પંજાબ વિધાનસભાની ચૂંટણી થવાની છે. કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે, સિદ્ધુ (Navjot Singh Sidhu) એક તકવાદી શખ્સ છે. તેઓ સતત મારી અને મારા નેતૃત્વની ટીકા કરી રહ્યાં છે. તેઓ ખુદના વિશે શું વિચારે છે?

ઉલ્લેખનીય છે કે, આ બીજી વખત છે, જ્યારે અમરિંદર સિંહે સિદ્ધુ પર પ્રહાર કર્યાં હોય. પંજાબી ટીવી ચેનલને આપેલા ઈન્ટર્વ્યુમાં સિંહે સિદ્ધુ (Navjot Singh Sidhu) પર આરોપ લગાવતા જણાવ્યું કે, સિદ્ધુ મુખ્યમંત્રીની સતત ટીકા કરી રહ્યાં છે. આથી સ્પષ્ટ છે કે, તેઓ કોંગ્રેસ છોડવા માંગે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat