Gujarat Exclusive > દેશ-વિદેશ > પુણેના VVIP લગ્નમાં નિયમોનું પાલન ના થતા થઇ FIR, પૂર્વ CM સહિત અનેક નેતા હતા મેહમાન

પુણેના VVIP લગ્નમાં નિયમોનું પાલન ના થતા થઇ FIR, પૂર્વ CM સહિત અનેક નેતા હતા મેહમાન

0
39

લગ્નમાં એનસીપી પ્રમુખ શરદ પવાર, શિવસેના નેતા સંજય રાઉત અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ પહોંચ્યા હતા Pune VVIP Marriage FIR

મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. તેના કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે. ઉદ્ધવ સરકારે વધી રહેલા કોરોનાના કેસોને જોતા કડક પગલા લેવાના આદેશ આપ્યા છે. આ વચ્ચે પુણેમાં એક VVIP લગ્ન સમારંભમાં જરૂર કરતા વધારે લોકોના પહોંચવા પર કેસ દાખલ થયો છે. આ લગ્ન સમારંભ પૂર્વ સાંસદ ધનંજય મહાડિકને ત્યાં હતો. તેમના પુત્રના લગ્નમાં અનેક VVIP લોકો માસ્ક વગર જોવા મળ્યા. તેમાં પૂર્વ મુખ્યમંત્રી અને મંત્રી પણ સામેલ હતા. Pune VVIP Marriage FIR

કોરોના નિયમોના ઉલ્લંઘન કરવા પર ભાજપના પૂર્વ સાંસદ ધનંજય મહાડિક, લક્ષ્મી લોન્જના માલિક વિવેક મગર અને મેનેજર નિરૂપલ કેદાર વિરુદ્ધ હડપસર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ જાણકારી વરિષ્ઠ પોલીસ નિરિક્ષક બાલકૃષ્ણ કદમે આપી. જણાવવામાં આવી રહ્યુ છે કે આ લગ્નમાં એનસીપી પ્રમુખ શરદ પવાર, શિવસેના નેતા સંજય રાઉત અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ પહોંચ્યા હતા. Pune VVIP Marriage FIR

આ પણ વાંચો: કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ જારી

રવિવારે ભાજપના પૂર્વ સાંસદના પુત્રના લગ્ન થયા હતા. આ દિવસે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કોરોનાને લઇ રાજ્યના લોકોને સંબોધિત કરી રહ્યા હતા. મુખ્યમંત્રીએ માસ્ક લગાવવાની કડક સૂચના આપી હતી, પરંતુ આ લગ્ન સમારંભમાં નેતા જ નિયમોના ધજાગરા ઉડાડતા નજરે પડ્યા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat