Gujarat Exclusive > દેશ-વિદેશ > પૂણે: સીરમ ઇંસ્ટીટ્યૂટમાં આગ લાગતા 5 કર્મચારીના મોત, CM ઉદ્ધવ ઠાકરેના તપાસના આદેશ

પૂણે: સીરમ ઇંસ્ટીટ્યૂટમાં આગ લાગતા 5 કર્મચારીના મોત, CM ઉદ્ધવ ઠાકરેના તપાસના આદેશ

0
102

પૂણે: સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના નવા પ્લાન્ટમાં આગ લાગતા 5 કર્મચારીઓના મોત થયા છે. વેક્સીન બનાવતી કંપનીમાં આગ લાગવાના કારણની મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તપાસ કરાવશે. સીરમ ઇંસ્ટીટ્યૂટના ચેરમેન અદાર પુનાવાલાએ પણ આ ઘટના મામલે દુખ વ્યક્ત કર્યુ હતું.

પૂણેની સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના નવા પ્લાન્ટમાં આગ લાગી હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ, આગ નિયંત્રણમાં છે, કોઇ નુકસાન થયુ નથી, કોવિડ વેક્સીનના યૂનિટમાં આગ નહતી લાગી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, મે કલેક્ટર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાથે વાત કરી છે. આગ લગભગ નિયંત્રણમાં છે. માત્ર ધુમાડો થયો છે, 6 લોકોને બચાવવામાં આવ્યા છે.

સીએમ ઠાકરેએ કહ્યુ કે બિલ્ડિંગમાં બીસીજી વેક્સીન બનતી હતી અને તેનું કોવિશીલ્ડ સાથે કોઇ લેવા દેવા નથી, તેમણે કહ્યુ કે આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવશે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે કહ્યુ કે અમે તપાસના આદેશ આપ્યા છે. હું તંત્ર સાથે સતત સંપર્કમાં છું. દેશ અને દુનિયાભરમાં આ ઘટનાને લઇને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અજીત પવારે કહ્યુ કે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે વેક્સીનેશન પ્લાન્ટ સુરક્ષિત છે.

આ પણ વાંચો: પૂણેની સીરમ ઇંસ્ટીટ્યૂટના નવા પ્લાન્ટમાં લાગી આગ

કોરોના વેક્સીન કોવિશિલ્ડનું પ્રોડક્શન સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના નવા પ્લાન્ટથી આશરે એકથી બે કિલોમીટરના અંતર પર સ્થિત જૂના પ્લાન્ટમાં કરવામાં આવી રહ્યુ છે. આ પ્લાન્ટનું નિર્માણ 1996માં કરવામાં આવ્યુ હતું. અહી કોવિશિલ્ડ વેક્સીનનું પ્રોડક્શન થઇ રહ્યુ છે. કોવિશિલ્ડનું મોટા પાયે પ્રોડક્શન કરવાની તૈયારી નવા પ્લાન્ટમાં છે, જેનો કેટલોક ભાગ આગની ઝપટમાં આવી ગયો છે.

નવા પ્લાન્ટમાં મશીનરી લગાવવામાં આવી રહી છે

સૂત્રો અનુસાર, મંજરીના આ પ્લાન્ટમાં કોવિશિલ્ડના પ્રોડક્શન માટે મશીનરી લગાવવાનું કામ શરૂ હતું. આ નવા પ્લાન્ટના ટર્મિનલ 1માં સીઇઓ અદાર પૂનાવાલાએ પોતાની કોર્પોરેટ ઓફિસ બનાવી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9