Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > #RelianceAGM: પુલવામામાં શહીદ વીર જવાનોના પરિવારોની વ્હારે અંબાણી, કાશ્મીર માટે ટૂંકમાં જાહેરાત

#RelianceAGM: પુલવામામાં શહીદ વીર જવાનોના પરિવારોની વ્હારે અંબાણી, કાશ્મીર માટે ટૂંકમાં જાહેરાત

0
4635

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સોમવારે કંપનીની વાર્ષિક બેઠકમાં અનેક મોટી જાહેરાતો કરી છે. જેમાં Jio, ઓઈલ સેક્ટર સહિત અન્ય અનેક મોટી નીતિઓની જાહેરાત કરી. આ સાથે જ મુકેશ અંબાણી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં રોકાણ કરવાની વાત પણ કહી. આટલું જ નહી, તેમણે જાહેરાત કરી કે, પુલવામાં આતંકવાદી હુમાલમાં શહીદ થયેલા વીર જવાનોના બાળકોના ભણતરનો ખર્ચ પણ કંપની ઉઠાવશે.

જણાવી દઈએ કે, 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં આતંકવાદી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા. આટલું જ નહી મુકેશ અંબાણીએ જણાવ્યું કે, દેશમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થ વ્યવસ્થા સંભવ છે, જેમાં અમારી કંપની મોટી ભૂમિકા ભજવી શકશે.

મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે, વડાપ્રધાન મોદીના જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટેના વિઝને જોઈને અમારી કંપનીએ ત્યાં રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે અત્યારે ટાસ્ક ફોર્સનું ગઠન કર્યું છે, જે તેના પર કામ કરશે. અમે જલ્દી રોકાણને લઈને પોતાનો પ્લાન રજૂ કરીશું.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં દેશના ઉદ્યોગપતિઓને અપીલ કરી હતી કે, તેઓ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં રોકાણ કરવા માટે આગળ આવે. PM મોદીએ આ સાથે જ બોલીવુડને પણ ફિલ્મોની શૂટિંગ માટે કાશ્મીરમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. મુકેશ અંબાણીએ સોમવારે પોતાના સંબોધનમાં Jio, ગીગા ફાઈબર અને ટીવી સર્વિસ સહિત અન્ય ક્ષેત્રોમાં રોકાણ અને નવા પ્લાનની જાહેરાત કરી છે.

રિલાયન્સે ખજાનો ખોલ્યો: ₹ 700માં મળશે Jio Gigafiber, વાર્ષિક પ્લાન પર 4K LED TV મફત